બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Tomorrow Vasant Panchami: More than four thousand weddings in Vanjoya Muhurta city

હાઉસફૂલ / કાલે વસંત પંચમી: વણજોયા મુહૂર્તે શહેરમાં ચાર હજારથી વધુ લગ્ન, બજારોમાં ખરીદીનો માહોલ જામતાં રોનક છવાઈ

Premal

Last Updated: 07:04 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સોળે કળાએ શિયાળુ લગ્નોત્સવ ખીલી ઉઠ્યો છે. જેના કારણે મોટા ભાગના સમાજની વાડી, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, કોમ્યુનિટી હોલ, હોટલ, રિસોર્ટ હાઉસફુલ છે. બેન્ડવાજાં, ડીજે, ગોર મહારાજ, કેટરર્સ, બ્યુટીપાર્લર, ઈવેન્ટ મેનેજર્સ, રસોઈયા સહિતના લોકો પણ વ્યસ્ત છે.

  • અમદાવાદમાં સોળે કળાએ શિયાળુ લગ્નોત્સવ ખીલી ઉઠ્યો
  • મોટા ભાગના પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ હાઉસફૂલ
  • ઈવેન્ટ મેનેજર્સ, રસોઈયા સહિતના લોકો પણ વ્યસ્ત

શહેરમાં અંદાજે 4000થી વધુ લગ્નો આયોજિત થયાં

હિંદુ ધર્મશાસ્ત્રોમાં વસંત પંચમીના પર્વે યોજાતાં લગ્નને અત્યંત માંગલિક અને શ્રેયસ્કર માનવામાં આવે છે. એક તો વસંત પંચમીનું વણજોયું મુહૂર્ત અને તેમાં પણ પ્રજાસત્તાક દિનની રજાના કારણે શહેરમાં અંદાજે ૪૦૦૦થી વધુ લગ્નો આયોજિત થયાં છે. આવતીકાલે ઠેર ઠેર લગ્નોત્સવની શરણાઈઓ ગૂંજતી સંભળાશે. એટલું જ નહીં, બજારોમાં ડીજે અને બેન્ડવાજાં સાથે વરઘોડા નીકળશે અને જાનૈયાઓ મન મૂકીને ઝૂમી ઊઠતા જોવા મળશે. 

માંગલિક કાર્યોનો ધમધમાટ જોવા મળશે

પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે. આ મહાપર્વનાં વધામણાં આપતાં વસંત પંચમીના અવસરે લગ્નોત્સવ, સગાઈ, વાસ્તુ પૂજન, નૂતન ગૃહપ્રવેશ, નવી ઓફિસનું ઉદ્ઘાટન વગેરે માંગલિક કાર્યોનો ધમધમાટ જોવા મળશે. એટલું જ નહીં, વસંત પંચમીના પર્વે ઠેર ઠેર જમીન, મકાન સહિતની જંગમ અને સ્થાવર મિલકતના સોદા થશે. લગ્નસરાની સિઝનને અનુલક્ષીને શહેરનાં વિવિધ બજારોમાં છેલ્લા સપ્તાહથી વેપાર ધંધામાં ઉછાળો આવતાં ખરીદીનો માહોલ જામતાં રોનક છવાઈ ગઈ છે.

કાપડબજારના વેપારીઓ પણ ખુશ

જે શુભ કાર્ય માટે સારા દિવસ કે સારા મુહૂર્તની રાહ જોવાતી હોય છે, તે બધાં જ શુભ કાર્યો વસંત પંચમીના દિવસે કરી શકાય છે. આ દિવસ અમૃત સિદ્ધિયોગ હોય છે, એટલે જ આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ જ કારણે વસંત પંચમીના દિવસને વણજોયું મુહૂર્ત કહેવાય છે. વાડી, હોલ, હોટલ, બેન્ડવાજાં-ઢોલ ત્રાંસાં, ફૂલ, બુકે સહિતની વસ્તુઓ અગાઉથી બુક થઈ ગઈ છે અને બજારમાં પણ ખરીદી જોવા મળે છે. કાપડના વેપારીના જણાવ્યા મુજબ આ વખતે લગ્નની સિઝનમાં 20 ટકા વધુ કાપડની ખરીદી થઈ છે તેથી કાપડબજારના વેપારીઓ પણ ખુશ છે. લગ્નોમાં પણ હલ્દી, મહેંદી, રિસેપ્શન સહિતના જુદા જુદા પ્રોગામના કારણે લોકોની ખરીદી વધી છે. જોકે ડેકોરેશન, ફૂલ અને ફૂડ મેનુમાં પણ ભાવ વધારો થયો છે છતાં લોકોના ઉત્સાહને લઈને બુકિંગ હાઉસફૂલ છે. 

મહારાજો અને રસોઇયાને ત્રણ શિફટમાં કામ કરવું પડશે

મહારાજો અને રસોઇયાને ત્રણ શિફટમાં કામ કરવું પડશે. શુભ પ્રસંગોની ભરમારથી મહારાજો અને રસોઇયાને ત્રણ શિફટમાં કામ કરવું પડશે. વસંત પંચમીના શ્રેષ્ઠ મુર્હૂતમાં શહેરમાં શુભ પ્રસંગોની ભરમાર સર્જાશે. લગ્ન સમારંભો સહિત અન્ય અનેક શુભ પ્રસંગોનાં આયોજન પણ કરાયાં હોવાના કારણે મહારાજ વ્યસ્ત રહેશે. આ દિવસે શુભ કાર્યો કરવા લોકો કાગડોળે રાહ જોતા હોય છે. આવતી કાલ ઉપરાંત શુક્ર, શનિ, રવિ આ ત્રણ દિવસમાં પણ શહેરમાં મોટી સંખ્યામાં લગ્નનાં આયોજન થયાં છે. રજાનો મિની વેકેશન જેવો માહોલ બન્યો હોવાથી લગ્ન સહિત ગૃહ પ્રવેશ જનોઈ સહિતના અનેક શુભ પ્રસંગોની ભરમાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ