બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Today Varanasi Fast Track Court will give an important verdict on the application for worship of 'Shivling', know what has happened so far?

જ્ઞાનવાપી કેસ / 'શિવલિંગ'ની પૂજા માટેની અરજી પર આજે વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટ આપશે મહત્વનો ચુકાદો, જાણો અત્યાર સુધીમાં શું-શું બન્યું?

Priyakant

Last Updated: 08:35 AM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટ અગાઉ 14મી નવેમ્બર (સોમવારે) આ અરજી પર પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી હતી, પરંતુ તે દિવસે સિવિલ જજે તેને 17મી નવેમ્બર સુધી મુલતવી રાખી હતી

  • જ્ઞાનવાપી કેસ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ 
  • વારાણસી ફાસ્ટટ્રેક કોર્ટ કથિત શિવલિંગની પૂજાની અરજી પર આજે ચુકાદો આપશે
  • હિન્દુ પક્ષે મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાની પરવાનગી માંગી

જ્ઞાનવાપી કેસ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વારાણસી ફાસ્ટટ્રેક કોર્ટ કથિત શિવલિંગની પૂજાની અરજી પર આજે ચુકાદો આપશે. હિન્દુ પક્ષે મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાની પરવાનગી માંગી છે. કોર્ટ અગાઉ 14મી નવેમ્બર (સોમવારે) આ અરજી પર પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી હતી, પરંતુ તે દિવસે સિવિલ જજ મહેન્દ્ર પાંડેએ તેને 17મી નવેમ્બર સુધી મુલતવી રાખી હતી.

અગાઉ વિવાદના બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે 27 ઓક્ટોબરે ટ્રાયલ પર પોતાનો આદેશ 8 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો. જજ 8 નવેમ્બરના રોજ રજા પર હોવાથી આ મામલો સોમવાર (14 નવેમ્બર) માટે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે દિવસે પણ ચુકાદો આવી શક્યો ન હતો. હવે આજે આ અરજી પર નિર્ણય આવે તેવી તમામ આશા છે.

મહત્વનું છે કે, વિશ્વ વૈદિક સનાતન સંઘના જનરલ સેક્રેટરી વાદી કિરણ સિંહે 24 મેના રોજ વારાણસી જિલ્લા કોર્ટમાં દાવો દાખલ કરીને જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ, પરિસર સનાતન સંઘને સોંપવા અને શિવલિંગની પૂજા કરવાની પરવાનગીની માંગણી કરી હતી.  

25મી મેના રોજ જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા કમિટી અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને દાવોમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

મસ્જિદ પરિસરનો વીડિયોગ્રાફિક સર્વે કરવામાં આવ્યો હતો

આ મામલામાં 26 એપ્રિલે નીચલી અદાલતે જ્ઞાનવાસી સંકુલનો વીડિયોગ્રાફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે, સર્વેક્ષણ દરમિયાન મસ્જિદ પરિસરની અંદર એક 'શિવલિંગ' મળી આવ્યું હતું. જોકે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, આ માળખું 'વજુખાના' જળાશયમાં ફાઉન્ટેન સિસ્ટમનો એક ભાગ હતું, જ્યાં ભક્તો 'નમાઝ' અદા કરતા પહેલા ધાર્મિક વિધિઓ કરે છે.

નોંધપાત્ર બાબત એ છે કે, 20 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેસને સિવિલ જજ સિનિયર ડિવિઝનમાંથી ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કરી દીધો હતો અને કહ્યું હતું કે,  આ મુદ્દાની "જટીલતા" અને "સંવેદનશીલતા" ને ધ્યાનમાં રાખીને કોઈ વરિષ્ઠ ન્યાયિક અધિકારી આ કેસ સંભાળે તો સારું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ