બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Today Shanishwari Amas: Adopt these 5 astrological remedies, get rid of all problems! Shani dosha will be removed

આસ્થા / આજે શનિશ્વરી અમાસ: અપનાવો આ 5 જ્યોતિષીય ઉપાય, મળશે તમામ સમસ્યાથી છુટકારો! દૂર થશે શનિ દોષ

Megha

Last Updated: 10:49 AM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની અમાસ પર ઘણા શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી શનિદેવ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

  • સનાતન ધર્મમાં અમાસ વિશેષ મહત્વ છે
  • અમાસ શનિવારે આવે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય
  • આજની અમાસ પર ઘણા શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે

શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિદેવને ન્યાયાધીશ અને કાર્યોના દાતા માનવામાં આવે છે. શનિદેવ પોતાના કર્મો અનુસાર તેઓને ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.  સનાતન ધર્મમાં અમાસ વિશેષ મહત્વ છે અને જો અમાસ શનિવારે આવે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. જણાવી દઈએ કે શનિવારની અમાવસ્યાને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આજની શનિશ્વરી અમાસને મૌની અમાસ પણ કહેવાય છે. 

આજની અમાસ પર ઘણા શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી શનિદેવ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. શનિશ્વરી અમાવસ્યા પર ઘણા જ્યોતિષીય ઉપાયો અપનાવવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 

તેલથી અભિષેક કરવો
શનિશ્વરી અમાસના દિવસે શનિદેવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમને સરસવના તેલનો અભિષેક કરવો જોઈએ, જણાવી દઈએ કે સરસવના તેલથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેનાથી શનિદોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

શમી વૃક્ષની પૂજા કરો 
શમી વૃક્ષ ભગવાન શિવ અને શનિદેવને ખૂબ જ પ્રિય છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં શમીનો છોડ હોય છે એ ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. શનિશ્વરી અમાસના દિવસે શમીના છોડની પૂજા કરીને તેની પાસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં હાજર શનિ દોષનો પ્રભાવ થાય છે. 

પીપળના વૃક્ષની પૂજા કરો 
સનાતન ધર્મમાં પીપળના વૃક્ષને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, આ સાથે જ ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં શનિદેવ સહિત અનેક દેવતાઓ નિવાસ કરે છે. આજના દિવસે સવારે પીપળના વૃક્ષની પૂજા કરો અને સાંજે પીપળના વૃક્ષની સામે સરસવના તેલનો દીવો કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. ધન અને માન-સન્માનમાં વધારો થાય છે અને શનિની અસર ઓછી થાય છે. 

ફૂલ અર્પણ કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ વાદળી ફૂલ ખૂબ જ પ્રિય છે, એટલા માટે આજના દિવસે શનિદેવને આ ફૂલ ચઢાવીને તમે આશીર્વાદ મેળવી શકો છો.  

દાન
અમાસના દિવસે દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા લોકો પર ખૂબ જ પ્રસન્ન થાય છે, જે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની મદદ કરે છે. આજના દિવસે તમે કાળા તલ, કાળા અડદ અને ગોળનું દાન કરી શકો છો. 

શનિ ચાલીસાના કરો પાઠ
આ દિવસે શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવને કાળા તલ, સરસવનું તેલ વગેરે ચઢાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. તેમજ આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ ચાલીસાના ઘણા ફાયદા છે. ચાલો જાણીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ