બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / To learn perfect driving? So follow these tips, you will never need any trainer

ડ્રાઇવિંગ ટિપ્સ / પરફેક્ટ ડ્રાઇવિંગ શીખવું છે? તો ફૉલો કરો આ ટિપ્સ, ક્યારેય જરૂર નહીં પડે કોઇ ટ્રેનરની

Megha

Last Updated: 09:59 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Driving Tips: જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર કારનું સ્ટિયરિંગ સંભાળે છે, ત્યારે મનમાં ઘણા પ્રકારનો ડર હોય છે પરંતુ જો તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખશો તો ટૂંક સમયમાં કાર ચલાવતા શીખી જશો

  • કાર ચલાવવાનું શીખવું એ કોઈ મોટી કે મુશ્કેલ બાબત નથી
  • કોઈ વ્યક્તિ પહેલીવાર કારનું સ્ટિયરિંગ સંભાળે ત્યારે ડર લાગતો હોય છે 
  • શરૂઆતમાં કાર ચલાવવા માટે થોડી મહત્વની ટિપ્સને ધ્યાનમાં

Car Driving Tips: કાર ચલાવવાનું શીખવું એ કોઈ મોટી કે મુશ્કેલ બાબત નથી પરંતુ જેઓ કાર ચલાવતા નથી જાણતા તેમને શરૂઆતમાં આ કામ થોડું અઘરું લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર કારનું સ્ટિયરિંગ સંભાળે છે, ત્યારે મનમાં ઘણા પ્રકારનો ડર હોય છે, પરંતુ જો તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખો છો, તો ટૂંક સમયમાં કાર ચલાવતા શીખી જશો અને થોડા દિવસોમાં ભીડભાડવાળા વિસ્તારમાં પણ કાર ચાલવા સક્ષમ બની જશો. મનમાં કોઈ પણ ડર રાખ્યા વિના કાર ચલાવવા માટે થોડી મહત્વની ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ...

ટ્રાફિક નિયમો વિશે જાણી લો 
પહેલી વાત એ છે કે ડ્રાઇવિંગ શોખો ત્યારે તમને ટ્રાફિકના નિયમો વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. કારણ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને જો તમે ભૂલ કરો છો તો તમારે દંડ ભરવો પડી શકે છે. એવામાં જ્યારે તમે હજુ પણ કાર ચલાવવાનું શીખી રહ્યા છો, ત્યારે ભૂલ થવાની શક્યતાઓ પણ વધારે છે. જો તમારી ભૂલને કારણે અકસ્માત થાય તો બીજાને પણ નુકસાન થાય છે. 

શહેરની બહાર અથવા ખાલી રસ્તા પર શીખવું વધુ સારું 
શરૂઆતમાં ખાલી રસ્તા પર કાર ચલાવવાનું શીખવાનું શરૂ કરો અને પછી ધીમે ધીમે મુખ્ય રસ્તાઓ પર આવો. મેઈન રોડ પર ધીમે-ધીમે આવવાનો મતલબ એ છે કે જ્યારે તમે કારને ઘણી હદ સુધી કંટ્રોલ કરતા શીખો, ત્યારે જ મેઈન રોડ પર કાર ચલાવતા શીખો. ખાલી જગ્યા પર દુર્ઘટના થવાની શક્યતા ઓછી રહેશે. તમારા મનમાં જેટલા ડર હશે તેટલો વધુ સમય કાર ડ્રાઇવિંગ શીખવામાં લાગશે. 

વધુ ઝડપે વાહન ચલાવશો નહીં
જો તમે કાર ચલાવતા શીખી રહ્યા હોવ તો હાઈ સ્પીડને સંપૂર્ણપણે ભૂલી જાઓ. શરૂઆતમાં હાઈ સ્પીડથી અંતર રાખો કારણ કે જો વધુ સ્પીડ હશે તો અકસ્માત થવાની સંભાવના વધુ છે અને એકવાર અકસ્માત થાય તો તમે શરૂઆતમાં જ ડરથી ભરાઈ જશો. પછી કાર શીખવામાં તમને વધુ સમય લાગી શકે છે.

સીટ બેલ્ટ પહેરવો જોઈએ
સામાન્ય રીતે કારમાં બેઠા હોઈએ ત્યારે તમારે હંમેશા સીટ બેલ્ટ પહેરવો જોઈએ. એવામાં જો તમે કાર ચલાવતા શીખી રહ્યા છો, તો સીટ બેલ્ટ ચોક્કસપણે પહેરો. આ તમારી સલામતી પણ સુનિશ્ચિત કરશે.

યોગ્ય અંતર રાખો
કાર ચલાવતી વખત  આગળના વાહનથી હંમેશા યોગ્ય અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઇવે પર કાર ચલાવતી વખતે સામેના વાહનથી ઓછામાં ઓછું 70 મીટરનું અંતર જાળવવું જરૂરી છે.

સીધા રોડ પર જ નજર હોવી જોઈએ 
ડ્રાઇવિંગ કરતી વખતે આજુબાજુ જોવાનું, તમારો ફોન ચેક કરવાનું, ખાવા-પીવાનું ટાળો. તમારી આંખો રસ્તા પર સીધી હોવી જોઈએ. એટલા માટે જો કાર ચલાવતી વખતે  સાવચેતી ન રાખે તો અકસ્માત થઈ શકે છે. 

અરીસાનો ઉપયોગ જરૂરી 
કાર ચલાવવાનું શીખતી વખતે, રીઅર વ્યુ મિરર અને વિંગ મિરર (સાઇડ મિરર) ના ઉપયોગ પર વધુ ધ્યાન આપો. આ એક સારી આદત છે. જો કે, હવે કારમાં ઘણા પ્રકારના સેન્સર અને કેમેરા આવવા લાગ્યા છે, જેના કારણે અરીસાનો ઉપયોગ ઓછો થયો છે અને કામ પણ સરળ બન્યું છે.

પાછળ વાહનોના હોર્નથી ગભરાઈ જવાની જરૂર નથી.એવું બની શકે છે કે શરૂઆતમાં જ્યારે તમે કાર ચલાવતા શીખી રહ્યા હોવ ત્યારે તે ઘણી વખત બંધ થઈ શકે છે, આવી સ્થિતિમાં જો તમે ભીડવાળી જગ્યાએ હોવ તો ત્યાં જામ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે બિલકુલ ઉતાવળ ન કરવી જોઈએ. તમે આરામથી તમારી કાર ફરી શરૂ કરો અને આગળ વધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ