બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / To get rid of this problem you have to stop drinking alcohol

હેલ્થ / ડાયાબિટીઝ સાથે કઈ રીતે જોડાયેલી છે ફેટી લીવરની સમસ્યા? શરીરમાં આવા લક્ષણ દેખાય તો ચેતજો

Pooja Khunti

Last Updated: 11:42 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરે છે, તેમને આ સમસ્યા જોવા મળે છે. જેના કારણે લીવરમાં ફેટ જમા થવા લાગે છે. આ લોકોએ 6 અઠવાડિયા સુધી દારૂનું સેવન ન કરવું જોઈએ.

સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ, ખરાબ ખાનપાનને કારણે પણ ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિના લીવરમાં ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા બિલકુલ હોતું જ નથી. જ્યારે લીવરના કોષોમાં ચરબી જામવા લાગે છે ત્યારે લીવરમાં સોજો ચડવા લાગે છે. જેના કારણે ફેટી લીવરની સમસ્યા સર્જાય છે. તેની અસર પાચન તંત્ર પર પડે છે. જો તમને આ લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

ફેટી લીવર 2 પ્રકારના હોય છે 

આલ્કોહોલિક ફેટી લીવર
જે લોકો વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરે છે, તેમને આ સમસ્યા જોવા મળે છે. જેના કારણે લીવરમાં ફેટ જમા થવા લાગે છે. આ લોકોએ 6 અઠવાડિયા સુધી દારૂનું સેવન ન કરવું જોઈએ. જેનાથી તમારા લીવરનો સોજો ઓછો થઈ જશે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે દારૂનું સેવન છોડવું પડશે. 

નોન-આલ્કોહોલિક ફેટી લીવર
આ સમસ્યા ખાનપાનના કારણે થાય છે. જે લોકો વધુ પ્રમાણમાં બહારના તેલવાળા ખોરાકનું સેવન કરે છે, તેમને આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. વજન વધવાને કારણે અથવા ડાયાબિટીસના કારણે પણ નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યા સર્જાય શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે તળેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તમારે ઘરે બનાવેલ સ્વસ્થ ખોરાકનું જ સેવન કરવું જોઈએ. 

ફેટી લીવરના લક્ષણો 

  • વારંવાર ઊલટી થવી 
  • ભૂખ ન લાગવી 
  • પાચનને લગતી સમસ્યા થવી 
  • તમને વારંવાર થાક લાગી શકે છે 
  • વજન ઘટે 
  • પેટના ઉપરના ભાગમાં સોજો આવવો 

ફેટી લીવરની સમસ્યા કેવી રીતે થાય છે 

  • વધુ પ્રમાણમાં મસાલાવાળા ખોરાકનું સેવન કરવાથી 
  • ટાઈપ 2 ડાયાબિટીસના કારણે 
  • સ્થૂળતાના કારણે 
  • લોહીમાં ફેટનું પ્રમાણ વધવું 
  • તમારું કોલેસ્ટ્રોલ હાઇ થવું 
  • તમારું મેટાબોલિઝમ ઓછું થઈ જવું 

વાંચવા જેવું: હાથ-પગમાં દેખાવા લાગે આવા લક્ષણ તો સમજી જજો વધી ગયું છે કોલેસ્ટ્રોલ, હોઈ શકે હાર્ટએટેકનો ખતરો

ફેટી લીવરની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય છે 

  • નારિયેળ પાણી, છાસ અને કઠોળના પાણીનું સેવન કરો. 
  • દરરોજ થોડી વાર માટે નિયમિત રીતે વ્યાયામ જરૂર કરો. 
  • લસણનું સેવન કરો, દરેક શાક બનાવવામાં લસણનો ઉપયોગ કરો. 
  • રાત્રિ ભોજન રાત્રે 9 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. 
  • દારૂ અને ધુમ્રપાનનું સેવન છોડી દો. 
  • ખોરાકને યોગ્ય રીતે ચાવીને ખાવ. 
  • તમારે બ્રોકોલી, માછલી અને એવોકાડોનું સેવન વધુ પ્રમાણમાં કરવું જોઈએ.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ