બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / To avoid deduction of TDS, fill Form 15G and 15H, keep these points in mind

તમારા કામનું / TDS ની કપાત ટાળવા માટે ભરો 15G અને 15H ફૉર્મ, ખાસ આ બાબતોનું રાખજો ધ્યાન

Megha

Last Updated: 04:21 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવક પર ટીડીએસની કપાત ટાળવા માટે15G અને 15H ભરવામાં આવે છે. આવકવેરા કાયદા અનુસાર, કરદાતાઓને ચોક્કસ પ્રકારની આવક પર TDS મુક્તિ મળે છે.

  • કરદાતાઓને ચોક્કસ પ્રકારની આવક પર TDSમાં છૂટ મળે છે
  • આવક પર TDS ની કપાત ટાળવા માટે 15G અને 15H ફોર્મ ભરવામાં આવે 
  • આ ફોર્મ ભરવાની લાયકાત શું છે અને કોણ તેને ભરી શકે છે જાણો 

જો તમે ઇન્કમ ટેક્સ નથી ભરતા તો આ સમાચાર તમારા કામના નથી. પણ જો તમારો ઇન્કમ ટેક્સ જનરેટ થાય છે તો આવકવેરા કાયદા હેઠળ કરદાતાઓને ચોક્કસ પ્રકારની આવક પર TDSમાં છૂટ મળે છે. તેમાં વ્યાજ, ડિવિડન્ડ, ભાડું અને વીમા કમિશનનો સમાવેશ થાય છે. તમારે આ આવક ફોર્મ 15G અને 15H માં જાહેર કરવી પડશે. જે લોકો પર આવકવેરો વસૂલવામાં આવતો નથી તેઓ આ બંને ફોર્મ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને PAN સાથે સબમિટ કરી શકે છે. આ બંને ફોર્મ તમારી આવક પર TDS ની કપાત ટાળવા માટે ભરવામાં આવે છે. જો તમારી કુલ આવક પર કોઈ કર જવાબદારી નથી, તો બેમાંથી કોઈ એક ફોર્મ ભરી શકાય છે. આ પછી તમારો TDS કાપવામાં આવશે નહીં.

15G એ લોકો માટે છે જેઓ વરિષ્ઠ અથવા સુપર સિનિયર સિટીઝન નથી. આ ફોર્મ બેંકમાં સબમિટ કરીને FDR અને તેના પર મળતું વ્યાજ પર TDS ટાળી શકાય છે. અને 15H ફોર્મ વરિષ્ઠ અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે છે. બંને ફોર્મ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં ભરી શકાય છે. આવો, ચાલો જાણીએ કે આ ફોર્મ ભરવાની લાયકાત શું છે અને કોણ તેને ભરી શકે છે.

15G કોણ ભરી શકે?
- કંપનીઓ તેને ભરી શકતી નથી, તે ફક્ત વ્યક્તિઓ માટે છે.
- ફૉર્મ ભરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- આવક પર ટેક્સ શૂન્ય હોવો જોઈએ.
- વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

15H કોના માટે છે?
- ભારતીય નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- આવક પર કોઈ કર જવાબદારી હોવી જોઈએ નહીં.

જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા અથવા નિર્ધારિત મર્યાદાથી વધુ છે તો તમારે આ ફોર્મ ભરવું જોઈએ નહીં. તેનું કારણ એ છે કે આ ફોર્મની સાથે પાન નંબર પણ આપવામાં આવ્યો છે. જેના કારણે તમને પછીથી પરેશાની થઈ શકે છે. એમ છતાં તમે ફૉર્મ ભરો અને પછી પકડાયા તો તમારા પર ટેક્સ ચોરીનો આરોપ પણ લાગી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ