બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three people including couple from Pipli died in an accident between a car rickshaw

હે ભગવાન.! / કાર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પીપળીના આધેડ દંપતિ સહિત ત્રણના મોત, સુરેન્દ્રનગર-બજાણા પુલ રોડ મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો

Kishor

Last Updated: 10:38 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટલી તાલુકાના બજાણા નજીક કાળ બનીને આવેલી કારે રિક્ષાને અડફેટે લેતા દંપતી સહિત 3ના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

  • સુરેન્દ્રનગરના બજાણા નજીક અકસ્માતની હૈયુ હચમચાવી નાખતી ઘટના
  • રિક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત
  • આધેડ દંપતી સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટલી તાલુકાના બજાણા નજીક અકસ્માતની હૈયુ હચમચાવી નાખતી ઘટના સામે આવી હતી. જેમાં રિક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ દરમિયાન પીપળીના આધેડ દંપતી સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજતા અરેરાટી મચી જવા પામી હતી. મહત્વનું છે કે બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જ્યારે આધેડ મહિલાને ગંભીર ઇજા થતાં તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન સારવાર મળે તે પહેલાં જ તેને માર્ગમાં કાળ આંબી જતા પરિવારજનોમાં કાળો કલ્પાત ફેલાયો છે. આ મામલે સ્થાનિક પોલીસ કાફલો ઘટનસ્થળે દોડી ગયો હતો.


3 ના મોતથી માર્ગ મરણચીસોથી ગુંજયો

આ ગોઝારી ઘટનાની પ્રાથમિક વિગત એવી છે કે પાટડી તાલુકાના બજાણા પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષાનું રીતસરનું પડીકું વળી ગયું હતું. આ રીક્ષામાં કુલ પાંચ લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જે રીક્ષામાં સવાર પીપળી ગામના બાલાભાઈ મોતીભાઈ વાણીયાનું મોત નિપજ્યું હતુ. જ્યારે પત્નિ પરેમબેન બાલાભાઇ વાણીયાને પ્રથમ વિરમગામ હોસ્પિટલ બાદ વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ હોસ્પિટલે લઇ જવાતા રસ્તામા જ તેઓએ આખરી શ્વાસ ખેંચ્યા હતા. ઉપરાંત રીક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.તો રીક્ષા ચાલક બજાણાના જાવેદભાઈ રહીમભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. 

બજાણા પોલીસે નાસી છૂટેલા કાર ચાલક સામે ગુન્હો નોંધ્યો

ઘટનાને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોના ટોળેટોળા એકઠા થયા હતા જેમણે તાત્કાલિક 108 નો સંપર્ક કરતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. લ હાલ બજાણા પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ