બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / This would have been a long law! Police find lost purse 51 years ago, owner stunned

OMG / આને કે'વાય કાનૂન કે હાથ લંબે હોતે હે! પોલીસે 51 વર્ષ પહેલા ખોવાઈ ગયેલું પર્સ શોધ્યું, માલિક થયો સ્તબ્ધ

ParthB

Last Updated: 05:52 PM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે અમેરિકાની કેન્સાસ પોલીસે 50 વર્ષ પહેલા એક માણસનું ખોવાયેલું પાકીટ પરત કર્યું, ત્યારે તેને આ ઘટના જાતે યાદ કરવામાં સમય લાગ્યો.

પોલીસની ઈમાનદારીનો આ કિસ્સો ખરેખર આનંદદાયક છે 

સામાન્ય રીતે પોલીસની બેદરકારીની વાતો સાંભળવા વાળા લોકો માટે પોલીસની ઈમાનદારીનો આ કિસ્સો ખરેખર આનંદદાયક છે. અમેરિકાની કેન્સાસ પોલીસને 51 વર્ષ પહેલા એક માણસની ખોવાયેલી પર્સ મળી. તેણે તે વ્યક્તિનું વર્તમાન સરનામું બહાર કાઢ્યું અને પર્સ પણ તેના ઘર સુધી પોહચાડાયું હતું.

51 વર્ષ બાદ પોલીસને પર્સ મળ્યું 

આ વ્યક્તિનું પર્સ 1970 માં ખોવાઈ ગયું હતું. ત્યારથી 51 વર્ષ સુધી પોલીસને પર્સ મળ્યું ન હતું. હવે 2021 માં, ગ્રેટ બેન્ડ પોલીસને પેલા માણસનું ખોવાયેલું પર્સ મળ્યું. પર્સ મળી આવતા જ પોલીસે વર્ષો પહેલા ખોવાયેલી વ્યક્તિને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આખરે તે શખ્સ કેન્સાસના લોરેન્સમાં મળી ગયો પોલીસે જ્યારે તે પર્સ તેના મૂળ માલિકને સોપ્યું ત્યારે તે શખ્સને આ ઘટના યાદ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. 

પોલીસે ફેસબુક શેર કર્યો કિસ્સો 

ગેટ બેન્ડ પોલીસ વિભાગે ફેસબુક પોસ્ટ દ્વારા આ કિસ્સો શેર કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તાજેતરમાં એક નાગરિકે પોલીસ વિભાગને પાકીટ સોંપ્યું હતું. આ પર્સમાં અધિકારીઓને સામાજિક સુરક્ષા કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અન્ય ઘણી વસ્તુઓ મળી આવી હતી. રસપ્રદ વાત એ છે કે લાઇસન્સની સમયસીમા 1974 માં જ સમાપ્ત થઈ ગઈ હતી. આ પછી અધિકારીઓએ પાકીટના મૂળ માલિકનો સંપર્ક કર્યો. તેઓ હવે લોરેન્સ, કેન્સાસમાં રહે છે.

પર્સને હાથથી બનાવાયું હતું  

જેવું પોલીસે પેલા શખ્સની પાસે પાકીટ લઈને પહોંચી, ત્યારે તેમને યાદ આવ્યું હતું કે તેણે 1970ના  દાયકાની શરૂઆતમાં તે ગુમાવ્યું હતું. 51 વર્ષ પહેલા ગુમ થઈ ગયેલું તેનું પાકીટ મળતાની સાથે જ તેની ખુશીની કોઈ સીમા નહોતી. તેણે એમ પણ કહ્યું કે તેણે પોતે આ પર્સ બનાવ્યું હતું, પણ તે ખોવાઈ ગયું. ફેસબુક પોસ્ટમાં પોલીસે એમ પણ લખ્યું છે કે આવી વાર્તાઓ રોજેરોજ થતી નથી.જે આપણને હસાવે છે. આ રસપ્રદ ટુચકો લોકોનું મનોરંજન જ નહીં, પણ તેમને પોલીસ પર વિશ્વાસ કરવાનું કારણ પણ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ