બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / This robot will be able to clean up Earth's underground debris, a feature

ટેક્નોલોજી / આ રોબોટ પૃથ્વીના અંતરિક્ષમાં રહેલાં ભંગારને સાફ કરી શકશે, આવી છે વિશેષતા

Ravi

Last Updated: 04:45 PM, 11 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચરાની સમસ્યા માત્ર પૃથ્વી પર નથી. પૃથ્વી નજીકના અંતરિક્ષમાં પણ દુનિયાના વિવિધ દેશોના સ્પેસ મિશનના કારણે ઘણો જોખમી કચરો ભેગો થયો છે. અનેક વિજ્ઞાનીઓ તેના અંગે ચિંતા વ્યકત કરી ચુકયા છે. આ કચરાની સફાઇ માટે હવે યુરોપિયન સ્પેસ એજન્સી 2025માં ક્લિયર સ્પેસ -1 નામનું 'સ્પેસ જંક કલેક્ટર' મોકલશે. આ એક ચાર હાથવાળો ખાસ પ્રારનો રોબોટ હશે. નિષ્ણાતો માને છે કે અંતરિક્ષમાં એકત્રિત થયેલો કાટમાળ ભવિષ્યના મિશન માટે મુશ્કેલી ઉ.ભી કરી શકે છે. જેના કારણે હવે સાફસફાઇ કરવાની જરૂર છે. આ મિશન પાછળ લગભગ 943 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

  • નિષ્ણાતો માને છે કે અંતરિક્ષમાં એકત્રિત થયેલો કાટમાળ ભવિષ્યના મિશન માટે મુશ્કેલી ઉ.ભી કરી શકે છે
  • અંતરિક્ષમા જમા થયેલા કચરાને દુર કરવા માટે યુરોપિયન સ્પેસ એજન્સીએ 2013માં વેગા લોન્ચર છોડયુ હતું
  • છેલ્લા 60 વર્ષોમાં હજારો ટન ભંગાર પૃથ્વીની આજુબાજુ એકઠો થયો છે

અંતરિક્ષમા જમા થયેલા કચરાને દુર કરવા માટે યુરોપિયન સ્પેસ એજન્સીએ 2013માં વેગા લોન્ચર છોડયુ હતું

અંતરિક્ષમા જમા થયેલા કચરાને દુર કરવા માટે યુરોપિયન સ્પેસ એજન્સીએ 2013માં વેગા લોન્ચર છોડયુ હતું. પૃથ્વીની કક્ષાથી 800 કિલોમીટર દૂર વેસ્પા નામનો 100 કિલોનો તેનો કાટમાળ ત્યાં ઘુમી રહ્યો છે. 2025 માં જ્યારે ક્લીયર સ્પેસ -1ને  છોડાશે ત્યારે તે વેસ્પાને તેના ચાર રોબોટિક હાથ સાથે પકડીને ભ્રમણકક્ષાની બહાર લઈ આવશે. 

છેલ્લા 60 વર્ષોમાં હજારો ટન ભંગાર પૃથ્વીની આજુબાજુ એકઠો થયો છે.

આ પછી, બંને વાતાવરણમાં પ્રવેશીને સળગી જશે અને તેની રાખ સહિતના અવશેષો પૃથ્વી પર સલામત જગ્યાએ પડશે. અંતરિક્ષના નિષ્ણાતો માને છે કે છેલ્લા 60 વર્ષોમાં હજારો ટન ભંગાર પૃથ્વીની આજુબાજુ એકઠો થયો છે. તેમાં સામાન્ય રીતે જૂનાં રોકેટ, ન વપરાયેલ ઉપગ્રહો અને કેટલીક અન્ય અવકાશ મિશન સંબંધિત સામગ્રી છે. જો સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ પ્રકારનો કચરો વધશે અને સેટેલાઇટ સાથે તેના ટકરાવાની શક્યતા પણ વધી જશે.

પૃથ્વીની આસપાસ છેલ્લા 60 વર્ષોમાં હજારો ટન ભંગાર એકઠો થયો છે

યુરોપિયન સ્પેસ એજન્સીના ડાયરેક્ટર જનરલ જૈન વોર્નર કહે છે કે જગ્યાને સાફ રાખવા માટે નવા નિયમની જરૂર છે. તેમણે કહ્યું છે કે સેટેલાઇટ લોન્ચ કરનાર દેશ કે એજન્સીએ તેને બિનઉપયોગી થાય ત્યારે ભ્રમણકક્ષામાંથી હટાવવાની પણ જવાબદારી લેવી પડશે એક અહેવાલ મુજબ, પૃથ્વીની આસપાસ છેલ્લા 60 વર્ષોમાં હજારો ટન ભંગાર એકઠો થયો છે. તેમાં 3,500 ઉપગ્રહો અને સાડા સાત લાખ નાના ટુકડાઓ છે. આ  ટુકડાઓ 20 હજાર કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઘુમી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ