બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This meeting of the day of Diwali is the most beautiful! 80 fishermen returned home freed from Pak captivity

ગીર સોમનાથ / દિવાળીના દિવસનું આ મિલન સૌથી સુંદર! 80 માછીમારો પાકની કેદમાંથી છૂટી વતન પરત ફર્યા, હર્ષના આસું રેલાયા

Priyakant

Last Updated: 10:12 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gir Somnath Diwali News: ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર જ 80 જેટલા માછીમારો માદરે વતન પહોંચી હર્ષના આંસુઓ સાથે પરિવારજનોને મળ્યા તો 12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા

  • ઇતિહાસમાં પ્રથમ વખત દિવાળીએ 80 માછીમારો પાકિસ્તાનથી વતન પહોંચ્યા 
  • પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલ માછીમારો હર્ષના આંસુઓ સાથે પરિવારજનોને મળ્યા
  • 12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા
  • બંને સરકારોને માછીમાર આગેવાનોએ વિનંતી કરી,  કેદમાં રહેલા માછીમારોને યોગ્ય સારવાર અપાવે 

Gir Somnath Diwali News : માછીમારોના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર જ 80 જેટલા માછીમારો માદરે વતન પહોંચી હર્ષના આંસુઓ સાથે પરિવારજનોને મળ્યા તો 12 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા છે તે બાબતે બંને સરકારોને માછીમાર આગેવાનોએ વિનંતી કરી કે, કેદમાં રહેલા માછીમારોને યોગ્ય સારવાર અપાવે. એક તરફ દિવાળીનો ઉત્સાહ અને બીજી તરફ પરિવાર સાથે મુલાકાત થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 

માછીમારોની રાહ જોઈ રહ્યા હતા પરિજનો 
આજે એક તરફ દેશભરમાં દિવાળી નુતન વર્ષનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ચોમેર ભારે આતશબાજી થઈ રહી છે. આ બધાની વચ્ચે આજે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ અને 80 માછીમારો વેરાવળ પહોંચ્યા હતા ત્યારે વહેલી સવારથી મોડી રાત સુધી ભારે માત્રામાં માછીમારોના સ્વજનો ચાતક નજરે પોતાનો સ્વજન ક્યારે પોતાને મળશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

બે સ્પેશિયલ બસમાં માછીમારો પહોંચ્યા વતન 
દિવાળીના પર્વની મોડી સાંજે બે સ્પેશિયલ બસ દ્વારા વડોદરા થી વેરાવળ સુધી ફીસરકસ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લવાયા હતા. આ પહેલા તમામ માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ કરી હતી. જે બાદમાં માછીમારો જ્યારે વેરાવળ પહોંચ્યા ત્યારે બસમાંથી નીચે ઉતરતા ની સાથે જ માછીમારો અને તેમના સ્વજનો ભારત માતાકી જય.. ના નારાઓ સાથે તમામ માછીમારોનું સ્વાગત કરાયું હતું. 

ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા બંધ 
વિગતો મુજબ અનેક માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ હતા. મહત્વનું છે કે, અગાઉ જેમના નામ મુક્ત થવાની યાદીમાં ન હતા તેવા ત્રણ વર્ષ કેદની સજા ભોગવી પાકિસ્તાનથી આજે ભારત પહોંચી અને દિવાળીની સાંજે પોતાના સ્વજનોને મળતા હર્ષના આંસુઓ સાથે સૌ ભેટી પડ્યા હતા. તો ખરા અર્થમાં દિવાળી અને નૂતન વર્ષ માછીમાર રોના પરિવારમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ લાવ્યો હતો. 

શું કહી રહ્યા છે માછીમારો ? 
માછીમારો જ્યારે પોતાના સ્વજનોને મળ્યા ત્યારે તમામને ફૂલોનો હાર પહેરાવી હર્ષના આંસુઓ સાથે ભેટી અને દરેકે તેમને આવકાર્યા હતા. માછીમાર આગેવાનોએ એવી વેદના વ્યક્ત કરી છે કે, પાકિસ્તાન જેલની અંદર 12 જેટલા માછીમારો મોતને ભેટ્યા છે અને તેનું કારણ એવું મનાય છે કે, તેઓને પૂરતી યોગ્ય સારવાર અપાતી નથી અને તેમનું મૃત્યુ થાય છે. આ સાથે મૃત્યુ થયા બાદ પણ 2-4 માસ બાદ તેમની લાશ તેમના પરિવારને અંતિમક્રિયા માટે પહોંચાડાય છે. આ બાબતે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેને માછીમારો દ્વારા રજૂઆત કરાઇ છે કે, પાકિસ્તાન જેલમાં યોગ્ય સારવાર કરાવાય અને જ્યારે માછીમારનું મૃત્યુ થાય ત્યારે માનવતાના ધોરણે તાકીદે તેમનો મૃતદેહ તેમના સ્વજનોને પહોંચાડાય. ત્યારે આજે 80 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. તો હજુ 184 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તેઓની જલ્દી મુક્તિ થાય તેવું માછીમારો ઈચ્છી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ