બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / This healthy juice is a boon for diabetic patients, know the benefits and how to make it

ગુણકારક ડ્રીંક / ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે આ હેલ્ધી જ્યૂસ, જાણો ફાયદાથી લઇને બનાવવાની રીત

Megha

Last Updated: 04:51 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓને ઘણી વાર જ્યૂસ પીવાની ના કહેવાય છે, કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે હોય છે, પરંતુ આ હેલ્ધી જ્યૂસ ખાસ ડાયાબિટીસના પેશન્ટ્સ માટે છે.

  • લોકો ટૂંક સમયમાં જ ડાયાબિટીસની ઝપટમાં આવી શકે છે
  • ડાયાબિટીસ કાબૂમાં રહેવા ઉપરાંત આ જ્યુસ શરીરને શુદ્ધ કરે છે
  • કેવી રીતે બનાવશો આ ગ્રીન હેલ્ધી જ્યૂસ?

આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. ભારતમાં લગભગ દરેક ત્રીજી વ્યક્તિ ડાયાબિટીસની દર્દી છે. તાજેતરમાં યુકે મેડિકલ જર્નલ ‘લેન્સેટ’માં પ્રસિદ્ધ થયેલ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક ચોંકાવનારા રિપોર્ટ અનુસાર ભારતમાં ડાયાબિટીસનો વિસ્ફોટ થયો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૯માં ડાયાબિટીસના સાત કરોડ દર્દીઓ હતા, તે વધીને હવે લગભગ ૧૦.૧ કરોડ થઈ ગયા છે. આ રિપોર્ટ અનુસાર ચાર વર્ષમાં ડાયાબિટીસના ૪૪ ટકા દર્દીઓ ખતરનાક હદે વધ્યા છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે દેશની ૧૫.૩ ટકા વસ્તી એટલે કે ૧૩.૬ કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ કેટેગરીમાં વર્ગીકૃત કરાયા છે એટલે કે આ ૧૩.૬ કરોડ લોકો ટૂંક સમયમાં જ ડાયાબિટીસની ઝપટમાં આવી શકે છે.

આવા સંજોગોમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા ભલામણ કરવામાં આવેલું એક એવું હેલ્ધી જ્યૂસ છે, જેને પીવાથી ડાયાબિટીસ કાબૂમાં રહેવા ઉપરાંત તે આપણા શરીરને શુદ્ધ કરે છે અને આપણને અનેક રોગોથી બચાવે છે. તમારા ડોક્ટરની સલાહ લીધા બાદ જ તમારે આ પ્રયોગ કરવો હિતાવહ છે.

કેવી રીતે બનાવશો આ ગ્રીન હેલ્ધી જ્યૂસ?
આ જ્યૂસ બનાવવા માટે તમે લીલાં સફરજન, કાકડી, લીંબુ, કેળાં, ગ્રીન કોબીજ, પાલક, બીટ, લસણ, ટામેટાં, આદું અને કારેલાંમાંથી જે પણ ચાર કે પાંચ વસ્તુ તમારી પાસે હોય તેનો ઉપયોગ કરી શકો છો. આ બધી વસ્તુઓને ઝીણી સમારી લો અને જરૂરી પાણી મિક્સ કરી તેને સારી રીતે બ્લેન્ડ કરી લો. તમારું હેલ્ધી જ્યૂસ તૈયાર છે.

જાણો કેમ ગ્રીન જ્યૂસ ડાયાબિટીસ માટે છે હેલ્ધી?
ડાયાબિટીસના દર્દીઓને ઘણી વાર જ્યૂસ પીવાની ના કહેવાય છે, કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે હોય છે, પરંતુ આ હેલ્ધી જ્યૂસ ખાસ ડાયાબિટીસના પેશન્ટ્સ માટે છે. ડાયાબિટીસને ઘટાડવા માટે ગ્રીન જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસની સૌથી ખાસ વાત એ છે કે તે આપણા શરીરના એનર્જી લેવલને ખૂબ જ ઝડપથી વધારી દે છે. વધુ સારા ફાયદા માટે આ રસનું સેવન સવારે કરવું જોઈએ. 

લીલાં સફરજન, કાકડી, લીંબુ, પાલક, કારેલાં, ટામેટાં અને લસણ જેવી હેલ્ધી વસ્તુઓમાંથી બનાવેલ આ જ્યૂસ વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-કે અને આયર્નનો સારો સ્રોત છે. તે માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ સારું છે તેમ નથી,   પરંતુ તે હાઈ બ્લડપ્રેશર અને હૃદય સંબંધિત અનેક રોગોનું જોખમ પણ ઘટાડે છે. કારેલાં અને બીટ આપના બ્લડને પ્યુરિફાઈ કરે   છે. આ જ્યૂસમાં કારેલાં અને બીટ ઉપરાંત લીલાં સફરજન, કાકડી, લીંબુ, આદું, લસણ અને ટામેટાં એન્ટિઓ‌િક્સડેન્ટથી ભરપૂર હોય છે. આ કારણે આ હેલ્ધી જ્યૂસ આપની બોડીને ડિટોક્સિફાઈ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ