બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / These trains were canceled due to Biporjoy, some were short terminated, Eastern Railway announced helpline numbers

LIST / બિપોરજોયને કારણે આ ટ્રેનો રદ્દ, કેટલીક શોર્ટ ટર્મિનેટ કરાઇ, પશ્ચિમ રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

Last Updated: 06:47 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની સાર્વત્રિક અસર વર્તાઈ રહી છે. જેનાં કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સલામતીનાં ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમજ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયા છે.

  • વાવાઝોડા બિપોરજોયને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનો પ્રભાવિત
  • મુસાફરોની સુરક્ષાનાં ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી
  • રદ્દ કરાયેલ ટ્રેનોની માહિત રેલ્વે વિભાગ દ્વારા આપવામાં આવી

વાવાઝોડા "બિપોરજોય" ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપોરજોય" ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે. મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને ટૂંકી અવધિ બંધ કરવામાં આવશે. લોકોની માહિતી માટે સ્ટેશનો પર ટ્રેન અપડેટ્સ અંગે વારંવાર જાહેરાત કરવામાં આવશે.

રેગ્યુલેશન/રદ્દીકરણ/શોર્ટ-ટર્મિનેશન/ડાઇવર્ઝન વગેરે સંબંધિત વિગતવાર અપડેટ્સ સમય સમય પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મીડિયા અપડેટ્સ દ્વારા જારી કરવામાં આવશે. ચક્રવાતી તોફાન "બિપોરજોય" ને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ વર્તુળ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ હેલ્પલાઇન નંબરોની વિગતો નીચે મુજબ છે.

વાવાઝોડા સંદર્ભે રેલવે વિભાગ એલર્ટ
વેસ્ટન રેલવેનાં જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ આજે બિપોરજોય વાવાઝોડાનાં સંદર્ભમાં તૈયારીઓ અંગે વરિષ્ઠ વિભાગીય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી હતી અને કરેલી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. મીટીંગમાં અશોકકુમાર દ્વારા કુદરતી આપત્તિ બિપોરજોયને પહોંચી વળવા માટે તેમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહેવા માટેની બેઠકમાં ચર્ચા કરી હતી.

ભાવનગર, વેરાવળ, ભુજ ટર્મિનસ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
બિપોરજોય વાવાઝોડાનાં પગલે વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોને ટ્રેનની માહિતી/ ટ્રેન અપડેટ્સ સાથે મદદ કરવા ભાવનગર ટર્મિનસ, વેરાવળ, પોરબંદર, ભુજ તેમજ જૂનાગઢ અને અન્ય મહત્વનાં સ્ટેશનો પર હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
 "બિપોરજોય"  વાવાઝોડાને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અને મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરાઈ તો ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટુંકાવાઈ.

  • 13 થી 16 જૂન સુધી ઓખા - રાજકોટ ટ્રેન રદ્દ કરવામાં આવી,
  • 12 થી 15 જૂન સુધી રાજકોટ - ઓખા ટ્રેન રદ્દ કરવામાં આવી,
  • 12 થી 15 જૂન સુધી વેરાવળ - ઓખા અને ઓખા - વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
  • જયપુર - ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી, ઓખા - બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
  • 12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ - ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
  • 13,14 અને 15 તારીખ ઓખા - મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
  • 15 તારીખે ઓખા - જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ  અમદાવાદથી ઉપડશે
  • 12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
  • 13,14 અને 15 જૂન વેરાવળ - અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી
  • 13,14,15 અને 16 તારીખે વેરાવળ - જબલપુર - વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે
  • 13 થી 15 જૂન વેરાવળ - પોરબંદર - વેરાવળ ટ્રેન રદ કરાઇ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biporjoy Helpline numbers Trains Cancelled Western Railway ટ્રેનો રદ્દ પશ્ચિમ રેલવે હેલ્પલાઈન નંબર Cyclone Biporjoy
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ