બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / These people will get separate date for CCE exam

ગાંધીનગર / CCEની પરીક્ષા માટે આ લોકોને મળશે અલગથી તારીખ, ગૌણ સેવા પસંદગી મંડળે લીધો નિર્ણય, જાણો કેમ

Priyakant

Last Updated: 09:22 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSSSB Latest News: ગૌણસેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCEની પરીક્ષા માટે અલગથી તારીખ આપવાનો નિર્ણય, પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ અપાશે

GSSSB News : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે કેટલાક ઉમેદવારો માટે CCEની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવશે. વિગતો મુજબ જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ અપવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા સોગંધનામા અને આધાર-પૂરાવા સાથે રજૂઆત કરવી પડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઇ છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા તારીખ તા. 1 એપ્રિલ 2024થી તા. 8 મે 2024 દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

વધુ વાંચો: ગુજરાતનું એવું મહાદેવ મંદિર જે બારેમાસ પાણીમાં રહે છે ગરકાવ, નાવડીના સહારે ગુફામાં જઈ કરવા પડે છે દર્શન

જોકે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં  CCEની પરીક્ષા અને ઉમેદવારના લગ્નની તારીખ સમાન હશે તો તેને CCE પરીક્ષા માટે અલગથી તારીખ મળી જશે. જેના માટે ઉમેદવારે મંડળને આધાર-પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગંધનામુ પણ આપવું પડશે. જેથી લગ્નનાં દિવસો ને બાદ કરતાં એમની પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આ સાથે જ મહિલા ઉમેદવારને પ્રસૂતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોઈ તેવા કિસ્સામાં પણ એમને ફક્ત મંડળને જાણ કરવાની રહેશે. જેથી તેમની પરીક્ષાની તારીખમાં શક્ય હશે તે બદલાવ કરી આપવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ