બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / these people should not forget to consume moong dal health tips

Health Tips / શુગર કે બ્લડ પ્રેશરના દર્દીઓ ખાસ વાંચે, ભૂલથી પણ ન કરતા મગની દાળનું સેવન, સ્વાસ્થ્ય પર પડશે ગંભીર અસર

Arohi

Last Updated: 03:12 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાળ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મગની દાળનું સેવન કેટલાક લોકો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આવો જાણીએ કેવી રીતે?

  • શુગર કે બ્લડ પ્રેશરના દર્દીઓએ રાખવું ખાસ ધ્યાન 
  • ભૂલથી પણ ન કરતા મગની દાળનું સેવન 
  • સ્વાસ્થ્ય પર પડશે ગંભીર અસર 

મગની દાળ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રોટીન સહિત આવા અનેક પોષક તત્વો દરેક પ્રકારની દાળમાં જોવા મળે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ મગની દાળમાં ફાયદાકારક ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ, કોપર, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ વગેરે મળી આવે છે.

તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે મગની દાળનું સેવન કેટલાક લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબીત થઈ શકે છે. જી હા, અમે તમને અહીં જણાવીશું કે કયા લોકોએ મગની દાળનું સેવન ન કરવું જોઈએ? ચાલો જાણીએ.

આ લોકોએ મગની દાળનું સેવન ન કરવું જોઈએ
લો બ્લડ શુગર

લો બ્લડ શુગરની સમસ્યા હોય તો મગની દાળ ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. મગની દાળમાં એવા ઘણા પોષકતત્વો જોવા મળે છે જે બ્લડ શુગર ઘટાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં બ્લડ શુગરની સમસ્યાથી પીડિત લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

લો બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે મગની દાળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ. તેનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હાઈ યુરિક એસિડ
જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય ત્યારે મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ. મગની દાળમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જેના કારણે તમારા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધુ વધી શકે છે. તેથી, ઉચ્ચ યુરિક એસિડની સમસ્યાથી પીડાતા લોકોએ મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ.

કિડની સ્ટોન 
કિડની સ્ટોનની સમસ્યામાં જો તમે ભોજનનું ધ્યાન ન રાખો તો તમારી સમસ્યાઓ વધી શકે છે. મગની દાળનું વધુ પડતું સેવન કિડની સ્ટોનમાં ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન અને ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ