બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / These are the best places for honeymoon celebrations in India, where tourists from abroad also come

Honeymoon / આ રહ્યા ભારતના હનીમુન સેલિબ્રેશનના બેસ્ટ સ્થળો,જ્યાં વિદેશથી પણ આવે છે પર્યટકો

Vishal Dave

Last Updated: 11:05 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે લોકો મેરેજ પછી તરત જ હનીમૂન પર જવાનો પ્લાન બનાવે છે. હનીમૂન પર જવાથી કપલને એકબીજા સાથે સમય વિતાવવાનો પુરતો સમય મળે છે સાથે જ  તેઓએ હનીમુન પર વીતાવેલી ખૂબસુરત પળો હંમેશા માટે યાદગાર પણ બની રહે છે.

જો તમે પણ લગ્ન પછી હનીમૂનમાં જવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને ભારતની એવી જગ્યાઓ વિશેની માહિતી આપીશું કે જ્યાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.લગ્ન પછી હનીમૂન માટેનું સ્થળ પસંદ કરવા કપલ લાંબી વિચારણા કરતા હોય છે. કારણ કે તે જગ્યા રોમેન્ટિકની સાથે તેમના બજેટમાં પણ ફીટ બેસે તેવી હોવી જોઈયે. જેથી આજે અમે તમને એવા હનીમુન ડેસ્ટિનેશન વિશે જણાવશું જે તમારા બજેટમાં પણ ફીટ હોય અને રોમાન્ટિક પણ હોય

મસૂરી

ઉત્તરાખંડમાં આવેલા આ ખૂબસુરત હનીમુન ડેસ્ટિનેશન પર અનેક લોકો આવે છે. અહીંયા તમે દિલ્હીથી સરળતાથી બસ કે ટ્રેનથી પહોંચી શકો છો. અહીં રહેવા અને ફરવા માટે તમારે વધારે પૈસાની જરૂર નહીં પડે. અહીંયા લોકો તેમના પાર્ટનર સાથે બાઈકમાં પણ ફરવા આવતા હોય છે. મસૂરી એક પર્વતીય સ્થળ છે, જે એક શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. મસૂરી દેહરાદુનથી માત્ર 35 કિલોમટર જ દૂર છે.

કસૌલ
કસૌલ હિમાચલ પ્રદેશનું એક ખૂબસુરત હિલ સ્ટેશન છે, જે તેના સુંદર કુદરતી નજારા માટે જાણીતું છે. અહી મોટી સંખ્યામાં કપલ્સ હનીમૂન મનાવવા માટે આવતા હોય છે. કસૌલ પહોંચવા માટેનું નજીકનું ઐરપોર્ટ ભુતંર છે. જો તમે રોડ માર્ગે કસૌલ પહોંચવા માંગો છો, તો તમારે ચંદીગઢ-મનાલી હાઇવેના માર્ગેથી જવુ પડશે.

મેક્લોડગંજ
મેક્લોડગંજ પ્રવાસ કરનાર લોકોમાં એક લોકપ્રિય સ્થળ છે.હીમાચલ પ્રદેશનું આ સ્થળ પ્રખ્યાત તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું ઘર હોવાના કારણે પણ વિશ્વભરમાં જાણીતુ છે.

ઔલી
"ઔલી"જે ભારતના મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે.આ ઉત્તરાખંડનું એક સુંદર હિલ સ્ટેશન છે.અહીંયા મોટી સંખ્યામાં હનીમૂન કપલ્સ સુંદર વાદીઓમાં ફરવા માટે આવે છે. ઔલીની સુંદરતા જોવા માટે વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. શિયાળામાં અહીંયા હિમવર્ષા થાય છે. જે તેની સુંદરતા વધારી દે છે.


શિમલા
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં દેશ-વિદેશના પ્રવાસીઓ તેની સુંદરતા નિહાળવા આવે છે. શિમલા ઉનાળાના મહિનાઓમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ચારે તરફ બરફની સુંદર વાદીઓથી શિમલા ઘેરાયેલું છે. એટલા શિમલા કપલ્સ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

ગોવા

જો તમે ઓછા પૈસામાં હનીમૂન માટે સારી જગ્યા શોધી રહ્યા છો, તો ગોવા તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંયા તમે પાર્ટનર સાથે યાદગાર પળો માણી શકો છો કારણ કે ગોવામાં સુંદર બીચ આવેલા છે. પાર્ટનર સાથે ગોવાના વિલામાં પણ રહી શકો છો.ગોવા તેના સુંદર બીચો અને નાઈટલાઈફના માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

હમ્પી
જો તમે સાઉથ સાઈડ હનીમુન માટે જવાનું વિચારી રહ્યા છો તો તમારે કર્ણાટકના હમ્પીમાં જરૂરથી જવું જોઈયે, આ ફરવા માટેનું બેસ્ટ પ્લેસ છે. હમ્પી બેંગ્લોરથી 353 કિમી દૂર સ્થિત છે જ્યાં તમે ટ્રેન કે બસથી પહોંચી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ