બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / These 4 villages of Gujarat are equipped with modern facilities, Gram Panchayats earn crores of income

કાયાપલટ / ગુજરાતના આ 4 ગામો આધુનિક સુવિધાથી છે સજ્જ, ગ્રામ પંચાયતો કરે છે કરોડોની આવક, જાણીને લાગશે નવાઈ

Vishal Khamar

Last Updated: 12:10 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતના ગામડાઓ પણ આત્મનિર્ભર બની રહ્યા છે. આજે ગુજરાતના ગામડાઓ કરોડો રૂપિયાનો પ્રોફેશનલ ટેક્સ વસૂલે છે. જે ગામડાઓએ સાણંદ GIDCને સંપાદનમાં જમીન આપી છે તે ગામોને કરોડોની આવક થઈ રહી છે.

  • સાણંદમાં GIDC શરૂ કર્યા બાદ થયો ગામડાઓનો વિકાસ
  • ઉદ્યોગ ધંધા આવતા ગ્રામ પંચાયતને કરોડોની આવક
  • 4 ગામો રોડ-રસ્તા, ગટર, પાણીની સુવિધા સાથે સજ્જ

 સાણંદ તાલુકાના ગામડાઓમાં ઉદ્યોગો આવતા ગામડાઓની કાયાપલટ થઈ છે.  ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ચૂકવાતા વેરાથી 4 પંચાયતમાં દર વર્ષે કરોડોની આવક થઈ રહી છે. જેને લઈ ગ્રામજનોના સામાજિક અને આર્થિક જીવનમાં 360 ડિગ્રી પરિવર્તન આવ્યું છે. સાણંદ GIDC માટે બોળ, ચરલ, હિરાપુર અને શિયવડા ગામની અંદાજિત 2 હજાર હેક્ટરમાં જમીન સંપાદિત કરવામાં આવી હતી. જેમાં હાલ અનેક કંપનીઓ ધમધમી રહી છે. જેના કારણે ગ્રામ પંચાયતની દિશા અને દ્રષ્ટિ બદલાઈ છે. આજે ઉદ્યોગને સંપાદન કરેલી જમીનમાં ગ્રામ પંચાયયોને વ્યવસાય વેરાની આવક કરોડોમાં અંકાઈ રહી છે... આજે આ ચારેય ગ્રામપંચાયત અંદાજિત આવક 20 કરોડ જેટલી પહોંચી છે.

ચાર ગામો બન્યા સુવિધા સભર

જે ગામડા લાખો રૂપિયા વ્યવસાય વેરો હતો. ત્યાં ઉદ્યોગો શરૂ થતા હવે કરોડો રૂપિયા વ્યવસાય વેરો વસુલે છે. જે ગામો વ્યવસાય વેરાની આવક શૂન્ય હતી. જે ગામો હવે કે કરોડો વ્યવસાય વેરો વસુલે છે. બોળ ગ્રામ પંચાયત હાલમાં અંદાજિત 13 કરોડ રૂપિયા, હિરાપુર 3 કરોડ રૂપિયા, ચરલ 2 કરોડ અને શિયવાડ ગ્રામ પંચાયત અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો વ્યવસાયિક વેરો વસૂલે છે. જેના કારણે ગામડા પણ શહેરીકરણ જેવી સુવિધા સભર બની રહ્યા છે.  આજે ગામડાઓને કરોડો રૂપિયાની આવક થતાં ગામમાં પાકા રોડ-રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધા સજજ બન્યા છે. સાથે સાથે ગામડામાં સ્ટ્રીટ લાઈટ, આધુનિક પંચાયત ઘર તેમજ વાઇફાઇ સુવિધા CCTV તેમજ સ્પીકર સાથે ગામમાં અનોખી સુવિધા સાથે ગ્રામજનો જીવન બદલાઈ રહ્યું છે.

સાણંદ જીઆઇડીસીની સ્થાપના 20 વર્ષ પહેલા કરાઈ હતી

અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઇડીસીની સ્થાપના 20 વર્ષ પહેલા વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત કરવામાં આવી હતી. આજે સાણંદ જીઆઇડીસીમાં 500થી પણ વધારે મોટી મોટી કંપનીઓ થકી ઉદ્યોગ ધમધમી રહ્યા છે. જેના કારણે હવે ગામડા આત્મનિર્ભર બનીને સુવિધા યુક્ત થતાં હવે ગામમાં વસવાટ કરતા લોકો ટેક્સ પેયર બની ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ