બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / These 3 rare Raj Yogas will happen on Shani Jayanti, these 4 zodiac signs will get wealth and 5 zodiac signs will have to stay safe.

Shani Jayanti 2023 / આજે શનિ જયંતી પર બનશે આ 3 દુર્લભ રાજયોગ, આ 4 રાશિઓને થશે ધનલાભ તો 5 રાશિને રહેવું પડશે બચીને

Megha

Last Updated: 07:19 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ શનિના કારણે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજે શનિ જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

  • શનિ જયંતિ શા માટે ઉજવવામાં આવે છે?
  • શનિ જયંતિ પર બની રહ્યા છે આ રાજયોગો 
  • આ રાશિઓ માટે શનિ જયંતિ ખૂબ જ શુભ 

હિંદુ ધર્મમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે કારણ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. બીજી તરફ, શનિની ખરાબ દ્રષ્ટિ પડે તો જીવનનો નાશ કરવા માટે પૂરતી છે. શનિ દોષ, સાડા સાતી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટ આપે છે. બીમારીઓ-ટેન્શન વ્યક્તિને ઘેરી વળે છે, ધનહાનિ થાય છે, કરિયરમાં તકલીફો આવે છે. જો તમે પણ શનિના કારણે આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો 19 મે, 2023 એટલે કે આજે શનિ જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

શનિ જયંતિ શા માટે ઉજવવામાં આવે છે?
શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો ane એટલા માટે જ વર્ષે આ દિવસને શનિ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે શનિ જયંતિ ખૂબ જ ખાસ છે, કારણ કે ગ્રહોની સ્થિતિ બદલાવાને કારણે અનેક શુભ રાજયોગો બની રહ્યા છે. 

શનિ જયંતિ પર બની રહ્યા છે આ રાજયોગો 
જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિ જયંતિ પર શોભન યોગ બની રહ્યો છે જે સાંજે 6:16 સુધી ચાલશે. આ સાથે જ શશ રાજયોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે બપોરે 1.35 વાગ્યા સુધી શનિ મેષ રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. 

આ રાશિઓ માટે શનિ જયંતિ ખૂબ જ શુભ 


મેષ રાશિ
મેષ રાશિના લોકોને શનિદેવની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. આ લોકોમાં અઢળક ધનલાભ થવાની સંભાવના હોય છે. પ્રવાસ પર જઈ શકો છો. જે લોકો નવું કામ શરૂ કરવા માગે છે તેમના માટે આ દિવસ ખૂબ જ શુભ છે

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ શનિ જયંતિનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે અને ઘણા સપના સાકાર થઈ શકે છે. શનિદેવની વિશેષ કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. 

સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ શનિ જયંતિનો દિવસ ખાસ રહેવાનો છે. જણાવી દઈએ કે ગુરુ અને શનિના સંક્રમણથી બનેલો ગજકેસરી યોગ આ રાશિના જાતકોને અનેક પ્રકારની ખુશીઓ લાવશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ઉપરાંત આર્થિક સ્થિતિ સારી રહેશે.

કુંભ રાશિ
આ રાશિમાં શશ રાજયોગ બની રહ્યો છે. આ રાશિના લોકોએ એક પળની પણ ઈચ્છા રાખ્યા વગર મહેનત કરવી જોઈએ અને  મહેનતનું ફળ ચોક્કસપણે મળી શકે છે. 

આ રાશિના લોકોએ બચીને રહેવું પડશે 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે એટલા માટે મકર, કુંભ, મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોએ બચીને રહેવું પડશે. 

શનિ જયંતી અપાવશે કષ્ટોથી રાહત
શનિ જયંતીના દિવસે જો કેટલીક પૂજા અને ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ જીવનની અનેક પરેશાનીઓ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. આ સાથે કાર્યોના શુભ પરિણામ પણ આવવા લાગે છે. શનિ જયંતીના દિવસે શનિદેવની સાતી, મહાદશાના ઉપાય કરવા માટે ખૂબ જ શુભ છે.

શનિ જયંતી 2023 તિથિ અને શુભ મુહુર્ત
હિંદુ કેલેન્ડર મુજબ, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 18મી મેના રોજ રાત્રે 09.42 કલાકથી શરૂ થશે અને 19મી મેના રોજ રાત્રે 09.22 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, શનિ જયંતી શુક્રવાર, 19 મે 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શોભન યોગ પણ બની રહ્યો હોવાથી શનિદેવની પૂજા અને ઉપાય કરવાથી અનેકગણું ફળ મળશે. શનિ જયંતિના દિવસે સવારથી સાંજના 06.17 સુધી શોભન યોગ રહેશે.

શનિ જયંતી પૂજા વિધિ 
શનિ જયંતી પર સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. આ દિવસે પણ ઉપવાસ કરવો વધુ સારું રહેશે. જો તમે વ્રત ન રાખતા હોય તો પણ આ દિવસે નોન-વેજ, આલ્કોહોલનું સેવન કરવાની ભૂલ ન કરો. શનિ જયંતીના દિવસે શુદ્ધ ભોજન કરો અને સારા કામ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. શનિ મંદિરમાં જઈને શનિદેવને તેલનો અભિષેક કરો. તેમને સુગંધ, ફૂલ, તેલથી બનેલી મીઠાઈઓ અથવા ઈમરતી અર્પણ કરો. વાદળી ફૂલ ચઢાવો. ધૂપ, પ્રકાશ કરો. શનિ ચાલીસા વાંચો. શનિ મંત્રોનો જાપ કરો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ