બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / 'There is no unemployment in the country and the state', MP Rambhai Mokaria's statement, Congress hit back

નિવેદન / 'દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહી', સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન, કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

Vishal Khamar

Last Updated: 08:23 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ખાતે આવેલ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા. રોજગાર મેળામાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • દેશમાં 45 સ્થળોએ આજે રોજગાર મેળનુ આયોજન 
  • રાજકોટ ખાતે કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયાનુ નિવેદન
  • દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહીઃ રામભાઈ મોકરીયા

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ઓડિયોરિયમમાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો.  આ રોજગાર ભરતી મેળો 2023 માં નિમણૂંક પત્ર અપાયા હતા. તેમજ વડાપ્રધાન વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે નોકરીનાં નિમણૂંકના પત્ર એનાયત કરવાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહીઃ રામભાઈ મોકરીયા
દેશમાં 45 સ્થળોએ આજે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગારી મેળામાં રાજ્યસભાનાં સાંસદ રોજગારી મુદ્દે બોલ્યા હતા.  કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયાએ નિવેદન આપ્યું હતું કે દેશ અને રાજ્યાં બેરોજગારી છે જ નહી. ઘરે કામવાળી, ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતા જ નથી. તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે. 

હાઇ પ્રોફાઈલ કેસ હોય કે સામાન્ય કેસ તટસ્થ તપાસ થવી જોઈએઃ રામભાઈ
રાજકોટમાં હીટ એન્ડ રન કેસ બાબતે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, હીટ એન્ડ રન કેસ બાબતે હું પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરીશ. તેમજ હાઈ પ્રોફાઈલ કેસ કે સામાન્ય કેસ હોય તટસ્થ તપાસ થવી જોઈએ. 2 દિવસ પહેલા રામાપીર ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. તેમજ આજ રોડ પર મનપાની બેદરકારીથી ખાડામાં પડતા યુવાનનું મૃત્યું થયું હતું. મેં પોલીસ અને મનપા અધિકારીઓ સાથે વાત કરી તપાસની માંગ કરી હતી. 

હું કોઈ સંસ્થા કે કચેરીમાં ખોટુ થતું હોઈ તો રજુઆત કરું છુંઃ રામભાઈ
સૌરાષ્ટ્ર યુનિ. માં ભાજપનાં બે જૂથ વચ્ચે સમાધાનની વાત મામલે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, મારૂ કોઈ જૂથ નથી, મારૂ કોઈ ગ્રુપ નથી. હું કોઈ સંસ્થા કે કચેરીમાં ખોટું થતું હોય તો રજૂઆત કરૂ છું. કોઈ જૂથ સમાધાનની વાત વાહિયાત છે. હું નરેન્દ્ર મોદીનો સૈનિક છું. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિ. માં બે જૂથ વચ્ચે સમાધાનની વાત વહેતી થઈ હતી.

ભાજપનાં સાંસદનાં નિવેદન પર કોંગ્રેસનાં ગંભીર આક્ષેપ
રોજગારીના દાવાને લઇને ભાજપ સાંસદ રામ મોકરીયાના નિવેદન પર કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. રામ મોકરીયાએ દેશમાં બેરોજગારી ન હોવાના દાવા સાથે ઉદાહરણ આપ્યું હતું કે ઘરે કામ માટે ઓફિસમાં પટાવાળો મળતા નથી, તો આ દાવાને વખોડતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં યુવાનો પાસે નોકરી નથી. તેમજ ઉદ્યોગોમાં પણ લાંબા સમયથી મંદી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ