બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / There is a trend among people to break the old jewelry and make new jewelry

નવો ટ્રેન્ડ / સોનાના ભાવ તોફાની થતાં સોની બજાર સૂમસામ, વેપારીએ જણાવ્યા ગોલ્ડ માર્કેટના હાલચાલ, સ્થિતિ ચિંતાજનક

Vishal Khamar

Last Updated: 05:13 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નસરાની સીઝન આવી રહી છે. ત્યારે સોના-ચાંદી બજારમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેપારીઓ જણાવ્યા મુજબ હવે લોકો સોનાની જરૂરિયાત પૂરી કરવા માટે રિસાયકલ મૂડમાં આવ્યા છે. લોકો જૂના સોના-ચાંદીના દાગીના ભગાવીને નવા દાગીના બનાવવા તરફ ટ્રેન્ડ વધ્યો છે. જેથી સોની બજારમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

લગ્નસરાની સીઝન આવી રહી છે તેમ છતાં સોની બજારમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેને પગલે સોની બજાર ચિંતામાં છે. એક તરફ સોનાના ભાવો સતત વધી રહ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્થિતિ પણ રોજબરોજ દામાદોર થતી જઈ રહી છે. તેને પગલે સોની બજાર માટે ચિંતાનું કારણ વધ્યું છે. બીજી તરફ સોનાની જરૂરિયાત પૂરી કરવા લોકો હવે રિસાયકલ મૂડમાં આવ્યા છે. એટલે કે સોનાના જૂના દાગીના ને ભગાવીને નવા દાગીના બનાવવા એ એક ટ્રેન્ડ વધી રહ્યો છે એ પણ સોની બજારને ચિંતા કરાવી રહ્યું છે.


રાજકોટ સહિત દેશભરમાં છેલ્લા બે દિવસમાં સોનાના રૂપિયા 3 થી 4 હજારનો ભાવ વધારો જોવા મળ્યો છે. સોના ચાંદીના ભાવને લઈને વર્ષોથી રાજકોટના પેલેસ રોડ ઉપર સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીએ VTV ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે સોનાના ભાવ થોડા દિવસો પહેલા રૂપિયા 55,000 હતા. તે અત્યારે રૂપિયા 67,500એ પહોંચ્યા છે. જ્યારે ચાંદીના ભાવતો સોના કરતા પણ વધારે જોવા મળી રહ્યા છે. જેનો 1 કિલોએ અગાઉ 60,000 ભાવ ગતો. તે અત્યારે રૂપિયા 76000 સુધી પહોંચ્યો છે. આ સાથે જ છેલ્લા બે-ત્રણ દિવસોમાં જ સોનાનો ભાવ ત્રણથી ચાર હજાર રૂપિયા વધ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ આઠથી દસ હજાર રૂપિયા વધ્યો હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સોના ચાંદીના ભાવની અસરો બજાર ઉપર પણ જોવા મળી રહી છે અને હાલ ગ્રાહકો પણ ખરીદી કરી રહ્યા નથી. તેમજ ગ્રાહકો પણ હવે જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે...

સોનાના ભાવ સતત વધી રહ્યા છે
સોની બજારમાં પરિવાર સાથે સોનાની ખરીદી કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, હમણાં ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. જેના કારણે અમે પરિવાર સાથે દાગીના લેવા આવ્યા છીએ. જ્યારે સોનાના સતત ભાવ વધી રહ્યા છે. જેને લઇને અમે અત્યારથી જ આ દાગીના ખરીદી કરી રહ્યા છીએ. જેના કારણે સોનાના ભાવ વધે તો અમારે આગામી દિવસોમાં ચિંતા રહે નહીં.

આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધે તેવી શક્યતાઓઃ વેપારી
ઉલ્લેખનીય છે કે, હાલમાં સોની બજારમાં પણ એક તરફ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ સતત સોના ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે જેના કારણે સૌની વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીના ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ સોની વેપારીઓ માની રહ્યા છે...

લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગે સોનું ખરીદવું એક પરંપરા છે
સોનુ ભારતીય માટે હંમેશા એક આકર્ષણનું અને સલામતી નું સાધન રહ્યું છે. સોનામાં જ્યારે પણ રોકાણ કરો ત્યારે તે મોંઘુ જ લાગે પણ બે-ચાર વર્ષ પછી એ જ ખરીદી ખૂબ સસ્તી લાગતી હોય છે તેનું કારણ એ છે કે સોનાના ભાવ સતત અને સતત વધી રહ્યા છે. તેમાં કરેલું રોકાણ કાયમી ધોરણે લોકોને ખૂબ મોટો ફાયદો કરાવી જાય છે બીજી તરફ સોનુંએ એક કૌટુંબિક અને સામાજિક સલામતીને પણ સૌથી મોટું પ્રતીક છે. તેમાં ખાસ કરીને લગ્ન પ્રસંગ કે કોઈ શુભ પ્રસંગે સોનું ખરીદવું એ ભારતીય માટે અને ગુજરાતીઓ માટે એક પરંપરા છે. એમ કહેવું ખોટું નહીં ગણાય પરંતુ આજકાલ આ ટ્રેનમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનું 68,000 ને પાર કરી રહ્યું છે બીજી તરફ સતત અને સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

દર વર્ષે 15 થી 20% ની વચ્ચે સોનાના દાગીના રિસાયકલ કરવાનું પ્રમાણ હોય
છેલ્લા ત્રણ-ચાર મહિનામાં પાંચથી સાત હજાર રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે આ તમામ પરિબળો એવા છે કે જેમના ઘરમાં નજીકના સમયમાં લગ્ન પ્રસંગ સુપ્રસંગ આવી રહ્યા છે. તેઓ સોનું ખરીદવાને બદલે ઘરમાં જે સોનાના જુના દાગીના પડ્યા છે તેને રિસાયકલ કરાવી નવા કરાવવાનું એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ દર વર્ષે 15 થી 20% ની વચ્ચે સોનાના દાગીના રિસાયકલ કરવાનું પ્રમાણ હોય છે પરંતુ હાલમાં આ પ્રમાણ 35 ટકા જેટલું વધી ગયું છે. લોકોમાં નવું સોનું ખરીદવાને બદલે જુના સોનાને નવ્યા દાગીના કરાવવાનું જે ચલણ છે એ સોની બજાર માટે ચિંતા નો વિષય હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે અલબત્ત હાલ જે jio પોલિટિકલ અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા હજુ પણ આગામી સમયમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળે તેવું એક અનુમાન કરવામાં આવી રહ્યું છે

વધુ વાંચોઃ ગુજરાતમાં મધદરિયેથી ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ, સંયુક્ત ઓપરેશનમાં મળી મોટી સફળતા

જૂના સોનામાં નવું સોનું ઉમેરી દાગીના બનાવવાનો ટ્રેન્ડ

સોનુ રિસાયકલ કરવું એ આમ તો કોઈને ગમે નહીં પરંતુ હાલના સંજોગોમાં જે રીતની સ્થિતિ ઊભી થઈ છે અને ખાસ કરીને સોનાના ભાવમાં જે રીતનો વધારો થયો છે તે જોતા મહિલાઓ મને કમ અને પણ સોનું રિસાયકલ કરાવી રહી છે અલબત્ત જરૂરિયાત મુજબનું સોનું રિસાયકલ કરાવી તેમાં થોડું ઘણું નવું સોનુ ઉમેરવાનો પણ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જોકે નવા દાગીના ની સાથે સાથે જુના દાગીના નું રિસાયકલિંગ એ મહિલાઓમાં આજકાલ ફેવરિટ બનતો જતો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જુના દાગીના ને સાથે સાથે નવા દાગીના ખરીદવા અને શુભ પ્રસંગે સાચવી લેવો એવું એક વલણ પણ જોવા મળી રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ