બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / There is a temple of Maa Chamunda and Shivaji on the bank of the lake in Ratol village of KhedBrahma in Sabarkantha.

દેવ દર્શન / ગુજરાતનું એવું ગામ જ્યાં ભીમે માથું પછાડીને પ્રગટ કર્યું હતું શિવલિંગ, સાથે જ મા ચામુંડાના પણ થાય છે દર્શન

Dinesh

Last Updated: 07:19 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રગટ સ્થાનથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલુ છે વરતોલ ગામમાં તળાવ કિનારે મા ચામુંડા અને શિવજીનું મંદિર છે

  • ખેડબ્રહ્માના વરતોલમાં મા ચામુંડા 
  • તળાવ કિનારે મા ચામુંડા અને શિવજી બિરાજમાન
  • માર્કંડ ઋષિએ કર્યુ પ્રગટ શક્તિનું નિર્માણ 


ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા, તે શક્તિ કહેવાયા માં ચામુંડા. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે.  હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા માં ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

There is a temple of Maa Chamunda and Shivaji on the bank of the lake in Ratol village of KhedBrahma in Sabarkantha.

ચંડ અને મુંડ નામના દૈત્યનો નાશ કરવા પ્રગટ શક્તિનું નિર્માણ
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રગટ સ્થાનથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલુ છે વરતોલ ગામમાં તળાવ કિનારે મા ચામુંડા અને શિવજીનું મંદિર છે. દરરોજ ઘણા ભાવિક ભક્તો પોતાના દુઃખ દર્દ અને વિવિધ સમસ્યાઓથી છુટકારો મેળવવા માં ચામુંડા અને શીવજીના દર્શને આવે છે. માં ચામુંડા અને ભગવાન શિવજી ની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. લોકવાયકા મુજબ દૈત્યોથી છુટકારો અપાવવા માર્કંડ ઋષિએ પ્રગટ શક્તિનું નિર્માણ કર્યું તે પ્રગટ શક્તિએ બંને દૈત્યનો નાશ કર્યો હતો. 

ચંડ અને મુંડ નાશ કર્યો એટલે મા ચામુંડા નામ થયું
ચંડ અને મુંડ એ બંને દૈત્યના નાશ કર્યો એટલે એમના નામથી માં ચામુંડા નામ થયું.. માં ચામુંડા કેટલાય દુઃખી અને ની સંતાન દંપતિઓ માટે એક માત્ર આશા નું કિરણ બની રહ્યા છે. ખેડબ્રહ્મા નજીક વરતોલ ગામના નાના રમણીય પહાડો વચ્ચે સુંદર તળાવ કિનારે માં ચામુડા અને શિવજી બિરાજમાન છે  દિવસ દરમ્યાન હજારો ભાવિકો મંદિરે દર્શનાર્થે આવે છે. ની-સંતાન દંપતિઓ માટે માતાજીનુ મંદિર આશા સમાન સ્થળ છે. 

શિવજીનુ વિરાટ શિવલીંગ
જે દંપતી નિઃસંતાન હોય તેમની બાધા ચામુંડા માતાજીના મંદિરે રવિવાર, મંગળવાર અને ગુરુવારે સવારે 8.00 થી 11 વાગ્યા સુધી રાખવામાં અને છોડવામાં આવે છે. નિઃસંતાન દંપતી તળાવમાં સ્નાન કરી ભીના કપડા પહેરી માતાના ચરણોમા ખોળો પાથરે છે અને પૂજારી દ્વારા પાઠ કરવામાં આવે છે. લાખ્ખો શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના માટે મંદિરે આવતા હોય છે અને તેમની મનોકામનાઓ પ્રગટ સ્થાન પર ચોક્કસ પૂર્ણ થાય છે. ચામુંડા માતાજીના મંદિરે બાળકોની બાબરી ઉતારવા પણ ભાવિકો આવે છે.માતાજીની સમીપે સાચી આસ્થા દ્વારા અપારશક્તિનો સંચાર થાય છે.

સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું.
મંદિરનો રંગબેરંગી કાચથી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ઘુમટ્ટમાં ચામુંડા માતાજીની અલગ અલગ કૃતિ, વિષ્ણુ ભગવાન, મહાદેવજી અને બીજા અનેક દેવી-દેવતાઓના કાચથી સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે જે મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. માતાજીના દર્શન માત્રથી ભાવિકોના દુઃખ દૂર કરતી માં ચામુંડાના અલૌકીક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સુંદર રમણીય જગ્યાએ બિરાજમાન માતાજીના મંદિરની બાજુમાં ભીમનાથ મહાદેવ બિરાજમાન છે.  વિરાટ શિવલિંગ પાછળ લોકવાયકા છે કે ભીમને ભગવાન શિવના દર્શન બાદ ભોજનની ટેક હતી અને ભીમને ભગવાન શિવના દર્શન ન થતા ભીમે જમીન પર માથું પછાડતા આ જગ્યા ઉપર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. 

સમગ્ર ઉત્તર ગુજરાતનુ સૌથી મોટુ શિવલિંગ 
સમગ્ર ઉત્તર ગુજરાતમાં આટલું વિરાટ શિવલિંગ બીજી કોઈ જગ્યાએ નથી અને આ જગ્યા પર ભગવાન શિવનુ અનેરુ મહત્વ છે. મંદિરે આવતા દરેક ભાવિક માં ચામુંડાના દર્શન કર્યા બાદ ભગવાન શિવના તેમજ શિવલિંગના દર્શન અચૂક કરે છે અને કેટલાય દુઃખ દર્દો માંથી છુટકારો મેળવે છે. હાલના હળાહળ કળીયુગમાં કેટલીય આધ્યાત્મિક બાબતો છે  જે સરળતાથી સમજી શકાય એમ નથી. પણ વરતોલ ગામે પ્રગટ શક્તિ માં ચામુંડા,  ની-સંતાન દંપતિના  ખોળામાં ફૂલ થકી  આશીર્વાદ આપે છે તે યથાર્થ છે. 

વાંચવા જેવું: ખેડાના કામનાથ મંદિરમાં 623 વર્ષથી અખંડ જ્યોત, ઘીના માટલાના ભંડાર, દીવા રુપે ભોળાનાથ આવ્યાં

મંદિરે આવનાર દરેક ભાવિકનું જીવન સુખરૂપ બને છે
મંદિરે આવતા કેટલાય લોકોની માનતાઓ પૂર્ણ થતા તે ભાવિકો નિયમિત દર્શનાર્થી બની રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ની-સંતાન દંપતિ માટે માં ચામુંડાનુ મંદિર એકમાત્ર આશા સમાન સ્થળ બની રહ્યું છે.  સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલા માં ચામુંડાના મંદિરે વર્ષ દરમિયાન દરેક દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. મંદિરે આવનાર દરેક ભાવિકનું જીવન સુખરૂપ બને છે ત્યારે આ પ્રગટ સ્થળની મુલાકાત લેનાર દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની  કૃપા મળતી રહે તેવી સ્થાનિકોની અપેક્ષા યથાર્થ સાબિત થઈ રહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ