બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / There is a riot in Gujarat due to BJP embezzlement

પ્રતિક્રિયા / ભાજપની હપ્તાખોરીના કારણે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય છે: કોંગ્રેસના પ્રહાર

Vishal Khamar

Last Updated: 02:04 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરનાં દહેગામમાં થયેલા શંકાસ્પદ ઝેરી પીણા બાબતે રાજકીય નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસનાં નેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતી પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે.

  • ગાંધીનગરનાં દહેગામમાં થયેલા શંકાસ્પદ ઝેરી પીણા બાબતે પ્રતિક્રિયા
  • આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો-અમિત ચાવડા 
  • બોટાદ, નડીયાદ હવે ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો

ગાંધીનગર જીલ્લાનાં દહેગામનાં લીહોડામાં શંકાસ્પદ ઝેરી પીણા બાબતે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે  થયો છે. આ લઠ્ઠાકાંડ હપ્તાખોરીને કારણે થયેલી હત્યા છે. ભાજપનાં રાજમાં હપ્તાખોરીનાં કારણે એક પછી એક લઠ્ઠાંકાંડ થાય છે. બોટાદ, નડીયાદ હવે ગાંધીનગરનાં દહેગામમાં લઠ્ઠાકાંડ થયો છે. ભાજપ સરકારમાં નીચેથી ઉપર સુધી હપ્તા પહોંચે છે. ગુજરાત ધીમે ધીમે પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે.

Lihada village sarpanch alleges, SP said 'action will be taken if PI is at fault'

શું કહ્યું સરપંચે ? 
લીહોડા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે. વિગતો મુજબ લીહોડા ગામના સરપંચ માનસિંહ ઝાલાએ પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું છે કે, બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લેતા હોય છે. આ સાથે કહ્યું કે, અનેક વખત રજૂઆત કરી છતા કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાથે વર્ષો વિત્યા છતા બીટ જમાદારની બદલી પણ થઇ ન હોવાનું પણ સરપંચે જણાવ્યું છે. 

શું કહ્યું SPએ ? 
સમગ્ર ઘટના મામલે SPએ નિવેદન આપતા કહ્યું છે કે, દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. જેમાં 2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ખાલી પેટમાં દારૂ પીવાથી હાઈપોગ્લોસેમિયાનું કારણ હોઈ શકે છે. SP એ કહ્યું કે, પોલીસે 4 કેસ દાખલ કરીને કાર્યવાહી કરી છે. આ સાથે જો સ્થાનિક PIની ભૂલ જણાશે તો પગલા લેવાશે. 

વધુ વાંચોઃ ભઠ્ઠીમાંથી ધગધગતું સ્ટીલ ઓગળીને શ્રમિકો પર પડ્યું, ત્રણના નિધન: કચ્છમાં મોટી દુર્ઘટના

શું છે સમગ્ર મામલો ? 
ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી. જોકે પ્રાથમિક વિગતો મુજબ ઝેરી પીણાના FSL રિપોર્ટમાં  મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે. જેથી લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. આ તરફ હવે દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાને લઈ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ