બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Theft at Jagdishpura police station in Agra

ખાખી પર ડાઘ / લ્યો બોલો: આ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જ 25 લાખની ચોરી, 3 પોલીસકર્મીને તાબડતોબ સસ્પેન્ડ કરાયા

Ronak

Last Updated: 07:02 PM, 17 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં 25 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે અહીયા પોલીસ દોડતી થઈ ગઈ છે. સમગ્ર મામલે 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • ઉત્તરપ્રદેશ પોલીસ સામે ઉઠ્યા ગંભીર સવાલ 
  • આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં થઈ ચોરી 
  • 25 લાખની રોકડ રકમની ચોરી થતા પોલીસ બેડામાં હડકંપ 

ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ચોંકાનારો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો ચોરીનો ભોગ બને ત્યારે પોલીસ પાસે મદદ માગવા જતા હોય છે. પરંતું અહીયાતો પોલીસ સ્ટેશનમાંથી 25 લાખ રૂપિયાની ચોરી તઈ હોવાનું સામે આવ્યું છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે પોલીસને અહીયા ચોરીને ગંધ પણ ન આવી. 

25 લાખની ચોરી 

આગ્રામાં આવેલ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં સવારે જ્યારે પોલીસ પહોચી ત્યારે તેમણે જોયું કે 25 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જ્યારે ઉપરી અધિકારીઓને જાણ થઈ કે 25 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ત્યારે ઉપરી અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોચ્યા હતા. 

રૂપિયા કોણે ચોર્યા તે એક ગંભીર પ્રશ્ન 

જોકે આ સમગ્ર મામલે એ વસ્તુ સ્પષ્ટ થઈ કે માત્ર 25 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જે કેસમાં રૂપિયા પોલીસ સ્ટેશને જમા થયા હતા. તેજ કેસના રૂપિયા ચોરી થયા હતા. હાલ પોલીસ માટે પણ આ ચર્ચાનો મુદ્દો બન્યો છે કે આખરે રૂપિયા ગયા અને જેણે પણ ચોર્યા છે. તેણે રૂપિયા કેવી રીતે ચોર્યા છે. તે મમાલે પણ પોલીસ તપાસ કરી રહી છે. 

3 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા

 ઉલ્લેખનીય છે કે હવે આ સમગ્ર મામલે પોલીસના ઉપરી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સાથેજ ઉપરી અધિકારીઓએ આ મામલે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમા સબ ઈન્સપેક્ટર અને  કોન્સ્ટેબલ પણ શામેલ છે. જોકે પોલીસ સ્ટેશનમાંજ 25 લાખની ચોરી થવાને કારણે પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ