બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The weather department has predicted rain in Gujarat for the next 5 days

આગાહી / આગામી 5 દિવસ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ? હવામાન વિભાગે કરી જિલ્લાવાર આગાહી, 8 ડિસ્ટ્રિક્ટમાં દે ધનાધન

Kishor

Last Updated: 05:54 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. જેમાં આગામી 5 દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ક્યાંય અનરાધાર તો ક્યાંય અમી છાંટણાં રૂપે વરસાદ પડી શકે છે.

  • રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે
  • સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે
  • આજે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી

આ વર્ષે મેઘરાજાએ સતત ધમાકેદાર બેટિંગ કરીને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દ્વારકા, જામનગર, જૂનાગઢ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરીએકવાર વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાએ જણાવ્યું આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અનેક વિસ્તારોમાં તો છોતરાકાંઠી નાખે એવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, સુરત, તાપી, નવસારીમાં હવે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, રાજકોટ અને જામનગર સુધી વરસાદી માહોલ જામશે. 

ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની શક્યતા

આ વર્ષે ચોમાસાની સીઝનનો 85 ટકા વરસાદ પડી ગયો છે. હજુ પણ સીઝનના બે મહિના બાકી છે એવામાં સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, છોટાઉદ્દેપુરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 28 જુલાઈ થી 1 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. તે જ રીતે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા વ્યકત કરાઈ છે.

રાજ્યમાં 24 કલાક બાદ ધીમે ધીમે વરસાદ ઘટશે

હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જોવા મળશે, જેમાં કેટલાક સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. મોન્સુન સિસ્ટમને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. તો 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ