બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / The Union Home Ministry has announced the construction of a wall along the border with Myanmar

એક્શન.. / મ્યાનમાર બોર્ડ પર હવે 'દીવાલ' બનાવશે કેન્દ્ર સરકાર, જાણો શું થશે અસર

Pravin Joshi

Last Updated: 05:39 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મ્યાનમાર સાથેની સરહદ પર દિવાલ લગાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મુક્ત અવરજવર પર પણ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે.

  • કેન્દ્રએ ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાની જાહેરાત કરી 
  • અવરજવર પર પણ નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો 
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે

કેન્દ્રએ ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાની જાહેરાત કરી છે, આ સિવાય મુક્ત અવરજવર પર પણ નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. એક ખાનગી ચેલનના અહેવાલ મુજબ, મ્યાનમાર સાથેની સરહદ પર ફેન્સીંગ કરવાનો અને મુક્ત અવરજવર પર પ્રતિબંધનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પડોશી દેશ મ્યાનમારના સૈનિકો ભારત આવી રહ્યા છે અને વંશીય સંઘર્ષથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે. આ સિવાય મણિપુરની વર્તમાન સ્થિતિને જોતા સરહદ પર દેખરેખ જરૂરી બની ગઈ છે.

મણિપુરના અશાંત વાતાવરણ પાછળ મ્યાનમારના આતંકવાદીઓનો હાથ

આ સિવાય સિંહે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે મોટી સંખ્યામાં કુકી આતંકવાદીઓએ ત્રણ સ્થળોએ કમાન્ડો પોસ્ટ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે મ્યાનમારનું વિદ્રોહી જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) મોરેહમાં પોલીસ પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આ પ્રકારના હુમલા ઘણા દિવસોથી થઈ રહ્યા છે, ગોળીઓનો અવાજ નજીકના વિસ્તારોમાંથી નહીં પરંતુ દૂરના વિસ્તારોમાંથી આવી રહ્યો છે.

Tag | VTV Gujarati

વધુ વાંચો : VIDEO : 'ઘરમાં રહેતો હોત તો'...બાળપણને યાદ કરતાં રડી પડ્યાં PM મોદી, દેશના સૌથી મોટા 'સમાજ'નું લોકાર્પણ

મિઝોરમના સીએમએ સ્થિતિ જણાવી

આ સાથે જ પાડોશી દેશ મ્યાનમારમાં ચાલી રહેલી અરાજકતાની અસર ભારતીય સરહદો પર પણ જોવા મળી રહી છે. હાલમાં મ્યાનમારના સૈનિકો મોટી સંખ્યામાં ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પ્રવેશ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુહોમાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. અહેવાલો અનુસાર, મિઝોરમે રાજ્યમાં આશરો લીધેલા મ્યાનમાર આર્મીના સૈનિકોને વહેલી તકે પરત લાવવાનો આગ્રહ કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકના પૂર્ણ સત્ર પહેલા વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ