બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / the ukraine returned students expressed their gratitude to government

વાપસી / 'ભારત સરકાર પર હતો ભરોસો', વતન આવેલા વિદ્યાર્થીએ જે કહ્યું તે જાણી ભાવૂક થઈ જશો

Parth

Last Updated: 11:14 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં યુદ્ધના કારણે ભયનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં ઘણા દિવસોથી સવાલો ઉઠી રહ્યા હતા કે ભારત સરકાર ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા શું કરી રહી છે. ત્યારે રવિવારે સાંજે યુક્રેનથી ભારત આવેલા નાગરિકોની પ્રથમ ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ હતી.

  • યુક્રેનમાં ફસાયેલા નાગરિકો પૈકી 219 આવ્યા સ્વદેશ પરત
  • કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું સ્વાગત
  • વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારનો માન્યો આભાર

આ ફ્લાઈટમાં 219 નાગરિકો હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પોતે તેમનું સ્વાગત કરવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા અને વિદ્યાર્થીઓને હિંમત આપી.

'ત્યાં સુધી અમે રોકાઈશું નહીં...'

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુદ્ધના મધ્યભાગમાંથી સફળ સ્વદેશ પરત ફરેલા વિદ્યાર્થીઓના આગમન પર એરપોર્ટ પર કહ્યું કે આ સંકટની શરૂઆતથી જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવાનો હતો. 219 વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા છે. આ પહેલી બેચ હતી, બીજી ટૂંક સમયમાં દિલ્હી પહોંચશે. જ્યાં સુધી તેઓ બધા ઘરે પાછા ન આવે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

પરત ફરેલા વિદ્યાર્થીઓએ આવી પ્રતિક્રિયા આપી હતી

ઉલ્લેખનીય છે કે, જ્યારે યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક ભારત પહોંચ્યા ત્યારે તેમની આંખો ભીની હતી અને તેઓ ખૂબ જ હળવાશ અનુભવી રહ્યા હતા. ત્યાંથી પરત ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે અમને ભારત સરકારમાં પૂરો વિશ્વાસ છે. પરંતુ યુદ્ધના વાતાવરણમાં અમે બધા ખૂબ જ ભયભીત અને ડરી ગયા હતા. ભારત સરકારે અમને સફળતાપૂર્વક અમારા ઘરે પાછા લાવીને એક મહાન કાર્ય કર્યું છે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની આ વાપસી ઓપરેશન ગંગા હેઠળ થઈ છે.

પ્રથમ ફ્લાઈટ આવી દિલ્હી

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો.  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે કર્યું સ્વાગત

યુક્રેનથી આવેલા 219 પ્રવાસીઓ મુંબઈમાં ઉતર્યાં ત્યારે તેમનું સ્વાગત કરવા માટે ત્યાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ ઊભા હતા અને તેમણે તમામ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર તમામ પ્રવાસીઓની તપાસ કરાઈ 
ભારત સરકારના નિયમ મુજબ એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓની તપાસ કરાઈ હતી. તેમના વેક્સિનના ડોઝ અને આરટી-પીસીઆર રિપોર્ટની તપાસ કરવામાં કરવામાં આવી હતી. 
સરકારે ભારતીયોને પાછા લાવવા રોમિનિયા મોકલી હતી પહેલી ફ્લાઈટ

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલો લોકોને સ્વદેશ લાવવા માટે એર ઈન્ડીયાની એક સ્પેશિયલ ફ્લાઈટને રોમાનિયા રવાના કરવામાં આવી હતી. યુક્રેને યુદ્ધને પગલે તેનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો હોવાથી ત્યાં વસતા ભારતીયોને જુદી જુદી બોર્ડરેથી ભારત લાવવાનો સરકાર પ્લાન કર્યો હતો જે હેઠળ પહેલા તબક્કામાં 219 લોકોને યુક્રેનમાંથી ખસેડીને રોમાનિયા લાવવામાં આવ્યાં હતા અને ત્યાંથી સરકાર મોકલેલી વિશેષ ફ્લાઈટમાં તેમને મુંબઈ લવાયા હતા. 

યુક્રેની રાષ્ટ્રપતિ  Zelenskyએ પ્રધાનમંત્રી મોદીની મદદ માગી

યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયાના એક લાખથી પણ વધારે સૈનિકો યુક્રેનની જમીન પર છે. ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમનો રાજકીય સહયોગ માગ્યો છે. યુક્રેનની એવી ઈચ્છા છે કે ભારત યુએનમાં તેના પક્ષમાં વોટિંગ કરે. 

રશિયાએ ભારતનો આભાર માન્યો
રશિયાએ ભારતનો આભાર મા્નયો છે. રશિયાએ ટ્વિટ કરીને કહ્યું કે 25 ફેબ્રુઆરી, 2022ના દિવસે UNSCમાં વોટિંગના દિવસે ભારતની સ્વતંત્ર અને સંતુલિત સ્થિતિની કદર કરીએ છીએ. વિશેષ અને વિશેષાધિકાર રણનીતિક ભાગીદારીની ભાવનાને અનુરુપ, રશિયા યુક્રેનના મુદ્દે ભારત સાથે ગાઢ સંવાદ ચાલુ રાખવાની કટિબદ્ધ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ