બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / The trial of the Oxford vaccine in Britain has come to a halt, the Serum Institute said.

કોવિડ વેક્સિન / બ્રિટનમાં ઓક્સફર્ડની રસીનું ટ્રાયલ અટકી જતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું ભારતમાં ટ્રાયલ..

Nirav

Last Updated: 09:42 PM, 9 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીરમ ઇન્સ્ટિટ્યૂટનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એસ્ટ્રાઝેનેકાએ તેનું પરીક્ષણ બંધ કર્યું છે. બ્રિટનમાં એક ટ્રાયલ દરમિયાન રસી લેનાર એક વ્યક્તિ બીમાર પડી જતાં કંપનીએ  ટ્રાયલ અટકાવવાનું પગલું ભર્યું છે.

  • બ્રિટનમાં એક વ્યક્તિ બીમાર થતાં ઓક્સફર્ડની રસીના ટ્રાયલ બંધ કરાયા 
  • ભારતમાં તેના ટ્રાયલ કરતી કંપની સીરમે ભારતમાં ટ્રાયલ ચાલુ ઓવાની આપી છે માહિતી 
  • ઓક્સફર્ડ રસીનાયુએસ અને અન્ય દેશોમાં પણ ચાલી રહ્યા છે હ્યુમન ટ્રાયલ્સ 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એ બુધવારે કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા ની કોવિડ -19 સામે રક્ષણ માટે વિકસાવવામાં આવી રહેલી રસી ના પરીક્ષણમાં કોઈ સમસ્યા નથી. સીરમ ઇન્સ્ટિટ્યૂટનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એસ્ટ્રાઝેનેકાએ તેનું પરીક્ષણ બંધ કર્યું છે. બ્રિટનમાં ટ્રાયલ દરમિયાન એક વ્યક્તિ બીમાર થવાને લીધે પરીક્ષણને રોકવામાં આવ્યું છે. 

સીરમ સંસ્થાએ કહ્યું કે, અમે બ્રિટનમાં ચાલી રહેલા ટ્રાયલ વિશે વધારે કહી શકીએ નહીં.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, બ્રિટનમાં ચાલી રહેલા ટ્રાયલ વિશે અમે કશું કહી શકી નહીં, પરંતુ ભારતમાં ચાલી રહેલ પરીક્ષણની વાત છે ત્યાં સુધી તે ચાલુ છે અને કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી. 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાઝેનેકા સાથે કોવિડ -19 રસીના એક અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે ભાગીદારી કરેલ છે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહી છે. ભારતીય કંપની ભારતમાં એસ્ટ્રાઝેનેકા માટે સંભવિત રસીના ક્લિનિકલ પરીક્ષણ કરી રહી છે. ભારતના ડ્રગ કંટ્રોલરે ગયા મહિને પૂણે સ્થિત કંપનીને બીજા તબક્કા અને ત્રીજા તબક્કામાં ભારતમાં રસીનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. જેના અન્વયે ટ્રાયલ્સ શરૂ કરાયા હતા. 

બ્રિટનમાં અસ્થાયી રૂપે બંધ કર્યા છે પરીક્ષણો 

બીજી તરફ, ન્યૂયોર્કના એક અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકાની કોવિડ -19 રસીનો ત્રીજા સ્ટેજનો અભ્યાસ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. કંપની તપાસ કરી રહી છે કે રસી સાથે રસીનો કોઇ અન્ય પ્રતિકૂળ પ્રભાવ છે કે કેમ? મંગળવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે, "રસી માટેની સમીક્ષા પ્રક્રિયા હાલ સ્થિર થઈ ગઈ છે, જે દરમિયાન તેના સલામતી ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે."

કંપની કોઈ આડઅસરો વિશે માહિતી આપી નથી  

જો કે, એસ્ટ્રાઝેનેકાએ રસી લેતી વ્યક્તિમાં સંભવિત આડઅસરો વિશે કોઈ માહિતી આપી નથી. તેણે તેને સંભવિત રોગ તરીકે વર્ણવ્યું છે, જેના માટે કોઈ વિગતો નથી.ન્યૂઝ સાઇટ STATએ  પ્રથમ આ પરીક્ષણ બંધ કરાવવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ માટે બ્રિટનમાં થયેલી એક ઘટના જવાબદાર છે.  એસ્ટ્રાઝેનેકાના પ્રવક્તાએ આ રસીના અભ્યાસ પર અસ્થાયી પ્રતિબંધની પુષ્ટિ કરી છે. 

યુએસમાં ચાલી રહ્યા છે બે અન્ય રસીના ટ્રાયલ્સ 

જો કે યુ.એસ. અને અન્ય દેશોમાં આ અભ્યાસ ચાલી રહ્યો છે.સાથે જ અન્ય બે રસીના પણ યુ.એસ. માં મોટા પાયે અંતિમ તબક્કાના પરીક્ષણો ચાલી રહ્યા છે. આમાંથી એક મોડર્ના ઇન્ક દ્વારા બનેલી રસી છે અને બીજી જર્મનીના ફાઇઝર અને બાયોએન્ટેક દ્વારા બનેલી વેક્સિન છે. આ બંને રસી જુદી જુદી રીતે કાર્યરત છે અને તેમના અભ્યાસ હેઠળ લગભગ બે તૃતીયાંશ લોકો સ્વેચ્છાએ આ રસી લઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ