બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / The tension has increased before the third ODI between India and Australia tomorrow, the Indian captain expressed concern in a press conference

Ind Vs Aus / ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન-ડે પહેલા ભારતનું વધ્યું ટેન્શન, ભારતીય કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી વ્યક્ત કરી ચિંતા

Pravin Joshi

Last Updated: 09:00 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી ODI મેચ રમાવાની છે. બંને ટીમ રાજકોટ પહોંચી ગઈ છે, પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં ટેન્શન છે.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે ત્રીજી વન-ડે
  • આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
  • ભારત પાસે પ્લેઈંગ-11 માટે બહુ ઓછા વિકલ્પો 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી ODI મેચ રમાવાની છે. બંને ટીમ રાજકોટ પહોંચી ગઈ છે, પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં ટેન્શન છે. આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓ પરત ફર્યા છે, તેમ છતાં ખેલાડીઓની અછત છે. કેપ્ટન રોહિતે કહ્યું કે મેચ માટે તેની પાસે માત્ર 13 ખેલાડી છે, તેથી ઘણી મુશ્કેલીઓ છે. રાજકોટ પહોંચ્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે આ માહિતી આપી હતી. રોહિત કહે છે કે અક્ષર પટેલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા છેલ્લી મેચ માટે ઉપલબ્ધ નથી. તેથી અમારી પાસે ફક્ત 13 ખેલાડીઓ છે. મતલબ કે ટીમ ઈન્ડિયા પાસે પ્લેઈંગ-11 માટે બહુ ઓછા વિકલ્પો છે.

એક તસવીર પણ વાયરલ થઈ 

રોહિતના આ નિવેદન વચ્ચે એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સાથે ચેતેશ્વર પૂજારા પણ જોવા મળી રહ્યા છે. એક અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયામાં માત્ર 13 ખેલાડીઓ છે તેથી જરૂર પડે તો રાજકોટની ટીમમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓનો સમાવેશ કરી ફિલ્ડિંગમાં મદદ લઈ શકાય છે. પૂજારાના ફોટો અને આ સમાચાર આવ્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તેને પણ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો છે?

પ્લેઇંગ-11 કેવી રીતે તૈયાર થશે?

ODI વર્લ્ડ કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ છે. તેથી દરેકને આશા હતી કે ટીમ ઈન્ડિયા તેની પૂરી તાકાત સાથે અહીં આવશે. પરંતુ હવે એવું થતું જણાતું નથી. વર્તમાન સંજોગો અનુસાર રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ છેલ્લામાં પ્લેઈંગ-11નો ભાગ બની શકે છે. એટલે કે વધારાના ખેલાડીઓમાં મુકેશ કુમાર અને વોશિંગ્ટન સુંદર જ રહી શકે છે. આ કારણે ટીમ ઈન્ડિયાને ટીમને પૂર્ણ કરવા માટે ખેલાડીઓની જરૂર છે. ટીમ ઈન્ડિયા તેના પ્લેઈંગ-11ને કેવી રીતે તૈયાર કરે છે અને વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તે કેટલી સારી લાગે છે તે જોવાનું રહે છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 2-0થી આગળ છે અને તેણે સિરીઝ જીતી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ