બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / The Supreme Court will hear petitions seeking a ban on the CAA

સુનાવણી / શું CAA પર પ્રતિબંધ મૂકાશે? 230 અરજીઓ પર આજે એકસાથે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

Vishal Khamar

Last Updated: 10:23 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સુપ્રીમ કોર્ટ CAA પર પ્રતિબંધની માંગ કરતી ઓછામાં ઓછી 230 અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની અપીલ પર કોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.

આજે સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર પ્રતિબંધની માંગ કરતી 230 અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે.તાજેતરમાં કેન્દ્ર સરકારે CAA લાગુ કર્યો છે.આ પછી વિપક્ષ અને અન્ય ઘણા સંગઠનો સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.તેમનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ પક્ષપાતી છે.આ સિવાય તે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.CJIની આગેવાની હેઠળના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ આ અરજીઓ પર સુનાવણી કરવાની અપીલ કરવામાં આવી હતી. 

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલકપિલ સિબ્બલેસુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે એકવાર શરણાર્થી હિંદુઓને નાગરિકતા મળી જાય પછી તેને પાછી લઈ શકાય નહીં.તેથી આ કેસની તાકીદે સુનાવણીની જરૂર છે.તમને જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન બિલ 2019માં જ સંસદમાં પસાર થયું હતું અને કાયદો પણ બની ગયો હતો.આ કાયદા હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓ કે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવ્યા હતા, તેમને ફાસ્ટ ટ્રેક ધોરણે નાગરિકતા આપવામાં આવશે.સરકારે આ માટે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે.

આ કાયદા હેઠળ, બિન-મુસ્લિમો એટલે કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.કેરળની રાજકીય પાર્ટી IUML CAA લાગુ થયાના એક દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.જેમાં મુસ્લીમ સમાજ સામે કોઈ કાર્યવાહી ન કરવા પણ માંગ કરવામાં આવી હતી.IUML, DYFI ઉપરાંત કોંગ્રેસના દેબબ્રત સાયકા, અબ્દુલ ખાલિક અને અસદુદ્દીન ઓવૈસીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 

વધુ વાંચોઃ ચીન સાથેના સીમા વિવાદને CDS ચૌહાણે ગણાવ્યો ખતરનાક, કહ્યું 'ભવિષ્યમાં...

2019માં પણ IUMLએCAAનેસુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો .અરજીમાં આ કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો.જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીઓ પર ખુદ સવાલો ઉઠાવ્યા હતા.ત્યારથી 237 અરજીઓ પર સુનાવણી પેન્ડિંગ છે.CJIએ કહ્યું હતું કે, મંગળવારે 190 થી વધુ કેસોની સુનાવણી થશે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ