બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / The stadium collapsed during a bullfight in Colombia Five were killed and at least 500 were injured

ચોંકાવનારી ઘટના / કોલંબિયામાં આખલાની લડાઈ દરમિયાન સ્ટેડિયમ ધરાશાયી થતા 5 લોકોના મૃત્યુ અને 500થી વધુ લોકો થયા ઘાયલ

Megha

Last Updated: 10:37 AM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલંબિયામાં એક બુલ ફાઈટ દરમિયાન દર્શકોથી છલોછલ ભરેલ સ્ટેડીયમ ધરાશાયી થતા હાલ સુધી 500 લોકો ઘાયલ અને સાથે 5 લોકોના મૃત્યુની ખબર પણ આવી રહી છે.

  • કોલંબિયામાં સ્ટેડિયમ ધરાશાયી
  • આખલાની લડાઈ દરમિયાન બની ઘટના
  • 5 લોકોના મૃત્યુ, 500 ઘાયલ

કોલંબિયામાં એક બુલ ફાઈટ દરમિયાન ત્યાં જોવા આવેલ દર્શકોથી છલોછલ ભરેલ સ્ટેડીયમ ધરાશાયી થતા હાલ સુધી 500 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને સાથે 5 લોકોના મૃત્યુની ખબર પણ આવી રહી છે. આ ઘટનાના ઘણાં વીડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે કોલંબિયામાં આખલાની લડાઈ એટલે કે બુલ ફાઈટ ચાલી રહી હતી અને એ જોવા માટે લોકો ટિકિટ ખરીદીને પ્રેક્ષક બનીને ત્યાં પંહોચ્યા હતા. એ દરમિયાન જ અચાનક જ ત્રણ માળના એ સ્ટેડીયમનો એક હિસ્સો ધરાશાયી થયો અને ત્યાં ભાગદોડ થવા લાગી હતી. 

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગોસ્તવો પેટ્રો પણ આ વીડીઓ શેર કર્યો છે અને ઘણાં બીજા લોકોએ એ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જેમાં એક લાકડાના સ્ટેડીયમમાં લગભગ 800 લોકો બેઠા હતા અને અચાનકજ ત્રણ માળના એ સ્ટેડીયમનો એક હિસ્સો ધરાશાયી થઇ પડ્યો હતો. 

જો કે આ ઘટના પછી ત્યાના પ્રસાશને લોકોને શાંત રહેવાની અપીલ કરી છે અને સાથે જ મૃત્યુ આંકમાં વધારો થઇ શકે એવી સંભાવના પણ વ્યક્ત કરી છે.  ત્રણ માળના એ સ્ટેડીયમનો એક હિસ્સો ધરાશાયી થતા જ ત્યાં હાજર લોકો અને પ્રસાશનની મદદથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

ઈસ્પીનલના મેયર જુઆન કાર્લોસ તમાયોએ પણ આ ઘટના પર પ્ર્તીકીર્યા આપતા કહ્યું છે કે બુલ ફાઈટ દરમિયાન જે થયું એ ખુબ જ દુખદ છે. હું એ ક્ષેત્રમાં હાજર લોકોને વિનંતી કરું છુ કે સૌપ્રથમ એ જગ્યા ખાલી કરી દે અને જે લોકોને ઈજા નથી પંહોચી એ બીજા અધિકારીની મદદથી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ