બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The serial had a higher budget than Adipurush, this TV serial was closed in 6 months

મનોરંજન / ફિલ્મ આદિપુરુષ કરતાં પણ વધુ બજેટની હતી આ ટીવી સિરિયલ, 6 મહિનામાં જ થઈ ગઈ હતી બંધ! નામ સાંભળીને કહેશો કે બૌ કરી..

Megha

Last Updated: 04:22 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષ ફિલ્મ લગભગ 500 કરોડના બજેટમાં બની છે. ટીવીનો એક શો એવો હતો જે ફિલ્મ આદિપુરુષ કરતાં પણ મોંઘો હતો. એ સિરિયલનું બજેટ હતું 650 કરોડ રૂપિયા.

  • ફિલ્મ આદિપુરુષની ચર્ચા બધી બાજુ થઈ રહી છે
  • આદિપુરુષ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે
  • છ મહિનામા બંધ થઈ ગઈ એ સિરિયલનું બજેટ હતું 650 કરોડ રૂપિયા 

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ આદિપુરુષની ચર્ચા બધી બાજુ થઈ રહી છે. આ ફિલ્મ વિશે એક રસપ્રદ માહિતી એમ પણ બહાર આવી હતી કે ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. ફિલ્મના બજેટને લઈને લોકો લોકો ચોંકી ગયા હતા. પણ શું તમને ખબર છે કે ટીવીનો એક શો એવો હતો જે ફિલ્મ આદિપુરુષ કરતાં પણ મોંઘો હતો. એ સિરિયલનું બજેટ હતું 650 કરોડ રૂપિયા. આ સાથે જ રસપ્રદ વાત એ છે કે આ શો ફક્ત 6 મહિના જ ચાલી શક્યો હતો અને એ સાથે જ આ શોની ચર્ચા ક્યારેય સાંભળવા પણ નથી મળી. 

આ શો બીજો કોઈ નહીં પણ સ્વસ્તિક પ્રોડક્શન દ્વારા નિર્મિત ટીવી સિરિયલ રામ સિયા કે લવ કુશ છે. સમાચાર અનુસાર, આ સીરિયલ બનાવવામાં 650 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ સીરિયલમાં શિવાયા પઠાનિયા, હિમાંશુ સોની, ક્રિશ ચૌહાણ અને હર્ષિત કાબરા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે VFX સાથેની આ ટીવી સિરિયલ 5 ઓગસ્ટ 2019ના રોજ શરૂ થઈ હતી અને આ સિરિયલ 10 ફેબ્રુઆરી 2020ના રોજ બંધ થઈ હતી. 

નામ સૂચવે છે તેમ, તે રામાયણ પર આધારિત સિરિયલ હતી, જે ભગવાન રામ અને સીતાના પુત્રો લવ અને કુશના ઉછેર પર આધારિત હતી, જેઓ તેમના પિતા વિશે જાણવા માંગે છે. આ વાર્તાને ચાહકો તરફથી બહુ પ્રેમ મળ્યો નથી. પરંતુ તે બજેટને લઈને ઘણી હેડલાઈન્સમાં રહી હતી. જોકે આ પહેલી સિરિયલ નથી જેના પર કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોય. આ પહેલા વર્ષ 2013માં આવેલી સીરિયલ મહાભારત બનાવવા માટે 100 કરોડ સુધીની રકમ ખર્ચવામાં આવી હતી. 

બોલિવૂડની આગામી ફિલ્મ આદિપુરુષ 500 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે, જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલીઝ પહેલા જ ફિલ્મે અડધાથી વધુ રકમ કલેક્ટ કરી લીધી છે. આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ