બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / The seat which is considered as the stronghold of Congress will be a big challenge for Hardik Patel

વિરમગામનું વિશ્લેષણ / વિરમગામ બેઠક એવી કે જો હાર્દિક જીતે તો વધી જશે દબદબો, પણ ગઈ વખતે પક્ષપલટુંની થઈ હતી હાર; જુઓ શું છે સમીકરણ

Malay

Last Updated: 02:32 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની ટિકિટ પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરેલા હાર્દિક પટેલ માટે વિરમગામનો ગઢ જીતવો કેટલો સહેલો અને કેટલો મુશ્કેલ છે. ચાલો જાણીએ આ અહેવાલમાં...

 

  • 15 વર્ષથી કોંગ્રેસ પાસે રહેલી વિરમગામની સીટ જીતવામાં સફળ થશે ભાજપા?
  • PM મોદીના 'નાના સિપાહી'ના ખભે મોટી જવાબદારી
  • કોંગ્રેસનો ગઢ ગણાતી સીટ હાર્દિક પટેલ માટે બનશે મોટી ચેલેન્જ

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિરમગામ બેઠક પર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના સિપાઈ' અને પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ગયેલા હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપે અનેક દિગ્ગજો અને તેમના સહિયોગીઓની ઉપર જઈને હાર્દિક પટેલની પસંદગી કરી છે, જે ટિકિટ માટે દાવેદાર હતા. જોકે, કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કોંગ્રેસ દ્વારા ફરી વર્તમાન ધારાસભ્ય એવા લાખાભાઈ ભરવાડને ટિકિટ આપવામાં આવશે કે પછી નવો ચહેરો મેદાનમાં ઉતારવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે. આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 

PM મોદીના 'નાના સિપાહી'ના ખભે મોટી જવાબદારી, કોંગ્રેસનો ગઢ ગણાતી સીટ હાર્દિક  પટેલ માટે બનશે મોટી ચેલેન્જ | BJP has given ticket to Hardik Patel from  Viramgam seat
હાર્દિક પટેલ (વિરમગામના ભાજપના ઉમેદવાર)

જીત મેળવવી સાબિત થઈ શકે છે મુશ્કેલ
હાર્દિક પટેલને ટિકિટ મળતા ધારાસભ્ય બનવા માટે પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. વિશ્લેષકોના મતે વિરમગામ બેઠક પર જીત મેળવવી તેમના માટે ‘મુશ્કેલ’ સાબિત થઈ શકે છે. કારણ કે વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. બીજુ વિરમગામ વિધાનસભા બેઠકના મતદારો પક્ષપલટો કરનારને સ્વીકારતા નથી. 

વધુ એક સર્વેમાં ગુજરાતમાં બની રહી છે BJP સરકાર: AAPની એન્ટ્રીથી કોંગ્રેસમાં  ગાબડું, જુઓ કોને કેટલી સીટ | gujarat assembly election 2022 opinion poll  show that bjp make again ...

પાટીદાર ફેક્ટર નહીં કરી શકે વધારે અસર
હાર્દિક પટેલ માટે વિરમગામ બેઠક જીતવી અઘરી તો છે, કારણે અહીં પાટીદાર સિવાય ઠાકોર, કોળી, લઘુમતી સમાજના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જેથી માત્ર પાટીદાર ફેક્ટરના આધારે વિરમગામ વિધાનસભા સીટ હાર્દિક જીતી શકે નહીં પરંતુ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. દરેક સમાજને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીના જોરે તેઓ કદાચ જીતી શકે છે. 

વિરમગામ વિધાનસભામાં ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધારે
વિરમગામ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે. જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. વિરમગામ તાલુકો, દેત્રોજ – રામપુરા તાલુકો અને માંડલ તાલુકો. 2012 પહેલા આ વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. આ બેઠક પર ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ, કોળી પટેલ, ક્ષત્રિય મતદારોનો દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર સમાજના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિણૉયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. વિરમગામ મત વિસ્તારના કુલ મતદારો 3.02 લાખ છે. જેમાં ઠાકોર મતદારોની સંખ્યા સૌથી વધુ 95 હજારથી વધુ છે. જ્યારે પાટીદાર મતદારોની સંખ્યા 38 હજારથી વધારે છે.

હાર્દિક પટેલ અને તેજશ્રીબેન પટેલ

2012માં ડૉ. તેજશ્રીબેન પટેલ જીત્યાં હતા
આ પહેલાં વર્ષ 2012માં આ બેઠક કોંગ્રેસના ડૉ. તેજશ્રીબેન પટેલ જીત્યાં હતાં. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી. તેઓ 2017ની ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યાં હતાં.

ગત ચૂંટણીમાં તેજશ્રીબેન હારી ગયા હતા
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડનો 6,548  મતોથી વિજય મેળવ્યો હતો.

તેજશ્રીબેન અને લાખાભાઈ ભરવાડ

ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે મતદારો
તેજશ્રીબેન એક ખૂબ સારાં વક્તા અને સામાજિક કાર્યકર હતાં, પરંતુ પક્ષપલટો કર્યા બાદ વિરમગામ વિધાનસભાના લોકોએ તેમને સ્વીકાર્યાં ન હતાં. આ પરથી એવું લાગે છે કે વિરમગામના લોકો પક્ષપલટો કરનાર ઉમેદવારોનો સ્વીકાર કરતા નથી ત્યારે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે. વિરમગામ વિધાનસભા બેઠકના મતદારોનો મૂડ ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ