બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The search operation, on second day after the fishermen missing in the sea of Diu

ગીર સોમનાથ / દીવના દરિયામાં માછીમારો લાપતા થતા બીજા દિવસે પણ શોધખોળ યથાવત, વધુ એક ખલાસીનો મૃતદેહ મળ્યો

Kiran

Last Updated: 01:35 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીવમાં દરિયામાં બોટોને લંગારવા ગયેલા માછીમારો પૈકી હજુ પણ 6 માછીમારો દરિયામાં લાપતા છે ત્યારે બીજા દિવસે પણ માછીમારોની શોધખોળની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.આજે વધુ એક માછીમારનો મળ્યો મૃતદેહ

  • બીજા દિવસે પણ માછીમારોની શોધખોળ યથાવત
  • સમુદ્રમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો
  • હજુ પણ 6 માછીમારો છે લાપતા

બુધવારે મોડી રાતે દીવના દરિયામાં કરંટને લીધે અને  ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. બંદર પર બોટ લાંગરવા ગયેલા આઠ ખલાસીઓ ગુમ થયા હતા જેને લઈને માછીમારોને શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..દરિયામાંથી 3 માછીમારોને આબાદ બચાવી લેવાયા હતા જ્યારે હજુ પણ 6 માછીમારો છે લાપતા છે ગઈ કાલે એક ખલાસીનો મૃતદેશ મળી આવ્યો હતો ત્યારે આજે વધુ એક ખલાસીઓન મૃતદેહ મળી આવ્યો છે. 

હજુ પણ 6 માછીમારો છે લાપતા

દીવમાં દરિયામાં બોટોને લંગારવા ગયેલા માછીમારો પૈકી હજુ પણ 6 માછીમારો દરિયામાં લાપતા છે ત્યારે બીજા દિવસે પણ માછીમારોની શોધખોળની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સમુદ્રમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.  રામુભાઈ દેવાભાઈ નામના માછીમારનો મૃતદેહ મળતા માછીમારોમાં મોતનો માતમ છવાય ગયો છે. 

બીજા દિવસે પણ માછીમારોની શોધખોળ યથાવત

દરિયામાં ગુમ થયેલા માછીમારોને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.. તેમજ નેવી, કોસ્ટગાર્ડ, મદદ લેવામાં આવી રહી છે.  ગઈ કાલે ભારે પવનને કારણે ઉનાની 8 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.. જે અંગે મુખ્યમંત્રીએ પણ સમગ્ર મામલે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી બચાવ-રાહત કામગીરી ઝડપી કરવા સૂચના આપી હતી, તો મુખ્ય સચિવ પંકજ કુમારને સ્થિતિ પર નજર રાખવા નિર્દેશ કરાયા હતા. જે ખલાસીઓનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો જેને લઈને ખલાસીઓના પરિવાર પણ ચિંતામાં મુકાયા છે. 

કચ્છના માછીમારોની કફોડી સ્થિતિ

મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ઉદભવેલા ચક્રવાતની અસર કચ્છના દરિયામાં પણ વર્તાઈ રહી છે. જેને લઈને માછીમારોની સ્થિતિ  કફોડી સ્થિતિ બની છે. જખૌ દરિયાકાંઠેથી માછીમારોની બોટ પરત ફરી છે. જવાદ વાવાઝોડાથી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ