બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / The Relatives Of The Bride Did Not Get Any Place To Sleep,Dispute Increased So Much That They Refused To Bid Farewell

MP / ભારે કરી! લગન પેલા જ થઈ ગયો ડખો, કન્યાના પરિવારને વર પક્ષે પુરતી સુવિધા ન આપતા જુઓ શું થયું

ParthB

Last Updated: 06:35 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં લગ્નનો માહોલ જામ્યો છે ત્યારે મધ્યપ્રદેશની શિવપુરીની જવાહર કોલોનીમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

  • મધ્યપ્રદેશની શિવપુરીમાં લગ્ન પ્રસંગનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
  •  સુવા માટે વ્યવસ્થા ન કરતાં વાત લગ્ન તોડવા સુધી પહોંચી ગઈ
  • પોલીસે FIR નોધવાની ચીમકી ઉચ્ચારતા મામલો થાળે પાડ્યો હતો.

 સુવા માટે વ્યવસ્થા ન કરતાં વાત લગ્ન તોડવા સુધી પહોંચી ગઈ

વધુ પક્ષનું કહેવું છે કે, છોકરાવાળાને બોલાવી તો લીધા પરંતુ સ્વાગત ન કર્યું કે ન કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મુદ્દે બંન્ને પરિવાર વચ્ચે ખટરાગ થયો, મોડી રાતે સૂવાની વ્યવસ્થા યોગ્ય ન કરવામાં આવતા વિવાદ વધ્યો અને વાત લગ્ન તોડવા સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ બંન્ને પક્ષ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. પોલીસે પણ બંન્ને પક્ષ વતી FIR નોંઘવાની ધમકી આપી અને મામલો થાળે પાડ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી જાણકારી પ્રમાણે, જવાહર કોલોની IITની પાછળ રહેનાર જોશી પરિવારમાં સંજય જોશીના લગ્ન લલિતપુરની રહેવાસી યુવતી સાથે થવાના હતા. વિવાહ પહેલા વર પક્ષે વધુ પક્ષને શિવપુરી આવવા માટેનું નિમંત્રણ આપ્યું, નક્કી થયું કે, વધુ પક્ષ 100થી 150 લોકોને લઈને આવશે. વિવાદ દરમિયાન વધુ પક્ષના 200 લોકો શિવપુરી પહોંચી જતાં અવ્યવસ્થા સર્જાઈ અને બંન્ને વચ્ચે વિવાદ થયો હતો.

દુલ્હનને તૈયાર થવા માટે રૂમ ન મળ્યો

વધુ પક્ષનો આક્ષેપ છે કેસ વર પક્ષ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોંતી, ભોજન દરમિયાન પણ અવ્યવસ્થા જોવા મળી હતી, રાત્રે સ્ટેજ કાર્યક્રમ પહેલા દુલ્હનને તૈયાર થવા માટે રૂમની પણ વ્યવસ્થા નહોંતી, જેના લીધે વધુનો ભાઈ ગુસ્સે ભરાયો અને હંગામો મચાવ્યો હતો.

પોલીસની ચેતવણી બાદ મામલો થાળે પડ્યો હતો

શિવપુરી દેહત પોલીસ સ્ટેશનના પ્રભારી વિકાસ યાદવે જણાવ્યું કે પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો. વડીલોને સમજાવ્યું કે જ્યારે બધી વિધિઓ પૂરી થઈ ગઈ છે અને વહુને વિદાય આપવાની છે, તો પછી તમે શા માટે હોબાળો કરો છો. પોલીસને લાંબા સમય સુધી સમજાવ્યા પછી પણ બંને પક્ષો રાજી ન થયા, ત્યારબાદ તેઓએ બંને વિરુદ્ધ ક્રોસ એફઆઈઆર નોંધવાની વાત કરી. આ પછી બંને પક્ષો સમાધાન કરવા સંમત થયા હતા. વિદાય બાદ કન્યા પક્ષ લલિતપુર જવા રવાના થયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ