બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / the rain started in the districts of Gujarat, Farmers of Ahmedabad. Baroda, Kheda are filling joyful

રાજ્ય / જન્માષ્ટમી પર ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ: અમદાવાદ આખું ભીંજાયું, વડોદરા-સુરત સહિત જુઓ ક્યાં કેવો વરસાદ

Vaidehi

Last Updated: 07:37 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું ફરી આગમન થયું છે. એક મહિના બાદ વરસાદ વરસતાં લોકોને હાશકારો અનુભવાયો.

  • રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત
  • અમદાવાદ,વડોદરા સહિત ખેડામાં પણ મેઘરાજાનું આગમન
  • છેલ્લાં 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ

રાજ્યભરમાં ભારે બફારા બાદ મેઘરાજા આશરે એક મહિના બાદ વરસી રહ્યાં છે. રાજ્યનાં અનેક રાજ્યોમાં વરસાદની ફરી શરૂઆત થવાને લીધે ખેડૂતો આનંદિત થયાં છે એટલું જ નહીં સ્થાનિકોને પણ ગરમીથી રાહત મળતાં હાશકારો અનુભવાયો છે. વડોદરા, અમદાવાદ, ખેડા, મહેસાણા વગેરે જિલ્લાઓમાં વરસાદે આગમન કર્યું છે. 

વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
વડોદરા જિલ્લાનાં અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમો વરસાદ શરૂ થયો. શાકરદા, રણોલી, પદમલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદ આવતા લોકો ખુશ ખુશ ખુશાલ થઈ ગયાં છે. વરસાદ આવતાં ખેડૂતોના પાકને ફરી જીવનદાન મળશે. 
 
ખેડા જિલ્લામાં વરસાદનું આગમન
ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજમાં મેઘરાજાનું આગમન થયું છે. કઠલાલના ભાટેરા,ભાનેર,અનારા,છીપડી સહિતના ગામમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

મહેસાણા અને અમદાવાદના વાતાવરણમાં પલટો
મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં નોંધનીય ફેરફારો જોવા મળી રહ્યાં છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ શરૂ થતાં ગરમીમાંથી લોકોને રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા સિવાય અમદાવાદનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે જ્યારે CTM ,દાણીલીમડા, ખોડિયારનગરમાં પણ વરસાદે આગમન કર્યું છે. 

લાંબા વિરામ બાદ ફરી મેઘસવારી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 3.7 ઇંચ, પારડીમાં અને ધરમપુરમાં 3.4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.2 ઇંચ, કપરાડામાં 3.1 ઇંચ, ખેરગામમાં 2.8 ઇંચ વરસાદ, વાપી 2.6 ઇંચ, માંડવી 2.6 ઇંચ, વધઇ 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુમાં જણાવીએ કે, વાલોડ, ઉમરપાડા, ચીખલીમાં 2.4 ઇંચ વરસાદ જ્યારે સોજીત્રા, કુકરમુંડા, ડેડીયાપાડા, નીઝર, દાહોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ સાગબારા, ડોલવણ, ડાંગમાં પોણ બે ઇંચ વરસાદ નોંધાયો છે.     

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ