બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / The question of whether to build a school or a bridge... why local issues are not resolved? Why the officers do not touch anyone?

મહામંથન / સ્કૂલ બનાવવાની હોય કે પછી બ્રિજનો પ્રશ્ન... સ્થાનિક પ્રશ્નોનું સમાધાન કેમ નથી આવતું? અધિકારીઓ કેમ કોઇનું ગાંઠતા નથી?

Vishal Khamar

Last Updated: 08:28 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ પોતાનાં મત વિસ્તારનાં કામ લઈ અધિકારીઓ પાસે જતા હોય છે. પરંતું અધિકારીઓ પોતાની જારહુકમી ચલાવતા હોઈ છેવટે જનપ્રતિનિધિને લોકોનાં રોષનો ભોગ બનવું પડે છે. શું CM સુધી રજૂઆત પહોંચશે તો જ કામ થશે? તેવો લોકોમાં ચર્ચા તો પ્રશ્ન.

સામાન્ય લોકો પોતાના વિસ્તારના વિકાસની આશા સાથે જનપ્રતિનિધિઓને જીતાડતા હોય છે. જોકે હવે ગુજરાતમાં એવી સ્થિતિ ઉભી થઈ છે કે, જનતાના પ્રતિનિધિ પણ અધિકારીઓ પાસેથી કામ કઢાવી શકતા નથી. પ્રજાના કામ ન થવાના કારણે તાલુકા પંચાયતના સભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી સુધીના પદાધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. પદાધિકારીઓની નારાજગીના મુદ્દાની ચર્ચા તો કરીશું પરંતુ સવાલ એ છે કે એક તરફ જનપ્રતિનિધિ છે જે હજારો મતદાર ધરાવતી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને જનપ્રતિનિધિએ જેમની પાસેથી કામ લેવાનું છે તે બ્યુરોક્રસી એટલે કે અમલદારશાહી છે. ગુજરાતમાં અધિકારીઓની વધતી મનમાની સામે કોણ કંટ્રોલ લાવશે. અધિકારી અને નેતાઓ વચ્ચે વધતા ગજગ્રાહનું શું છે કારણ.

  • અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાની અનેક ફરિયાદ
  • પ્રજાના પ્રતિનિધિઓએ પણ અનેક વખત ઉચ્ચ રજૂઆત કરી
  • અધિકારીઓની કામગીરીના કારણે પ્રજાના પ્રતિનિધિઓમાં પણ રોષ
  • મત વિસ્તારના લોકોના કામ ન થતા જનપ્રતિનિધિ સમક્ષ લોકોમાં રોષ

અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાની અનેક ફરિયાદ થવા પામી છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિઓએ પણ અનેક વખત ઉચ્ચ રજૂઆત કરી છે.  અધિકારીઓની કામગીરીના કારણે પ્રજાના પ્રતિનિધિઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મત વિસ્તારના લોકોના કામ ન થતા જનપ્રતિનિધિ સમક્ષ લોકોમાં રોષ છે.  જનપ્રતિનિધિ અનેક વખત મત વિસ્તારની ઉચ્ચ રજૂઆત કરે છે. ત્યારે અધિકારીઓ પોતાને મોટા સમજતા હોવાનું દેવુસિંહે નિવેદન આપ્યું હતુ.  વધુમાં દેવુસિંહે જણાવ્યું હતું કે,  અહી કોઇ રાજાશાહી નથી, તમારે કામની જવાબદારી નિભાવવાની છે. અગાઉ ગોધરાના ધારાસભ્યે તલાટીઓને ઝડપી કામ કરવાની ટકોર કરી હતી. ધારાસભ્યે વારસાઈની પ્રક્રિયા ઝડપી કરવા માટે પ્રાંત અધિકારીને સૂચના આપી હતી. બોડી ગામમાં શાળાનું કામકાજ પૂર્ણ કરવા પંચાયતના સભ્યે CMને કરી રજૂઆત કરી હતી. 

  • સ્થાનિક કચેરીમાં લોકોના સરળતાથી કામ થવા જોઈએ
  • અધિકારીઓનું લોકો પ્રત્યેનું વલણ નરમ હોવું જોઈએ
  • અધિકારી અને અરજદાર વચ્ચે સીધો સંવાદ થવો જોઈએ
  • વચેટિયા વગર જ અરજદારના કામ થવા જોઈએ

જનતા અધિકારીઓ પાસે કેવી અપેક્ષા રાખે છે? 
સ્થાનિક કચેરીમાં લોકોના સરળતાથી કામ થવા જોઈએ. અધિકારીઓનું લોકો પ્રત્યેનું વલણ નરમ હોવું જોઈએ. અધિકારી અને અરજદાર વચ્ચે સીધો સંવાદ થવો જોઈએ. વચેટિયા વગર જ અરજદારના કામ થવા જોઈએ. તાલુકા અને ગ્રામ્ય લેવલે કામગીરી થાય તેવી લોકોની માગ છે. ગ્રામ્ય લેવલે પ્રતિનિધિત્વ મજબૂત હોવાની પણ લોકોની માગ.  તાલુકા કક્ષાએ યોગ્ય રજૂઆત સાંભળનારા લોકો રાખવાની માગ કરી છે.  રજૂઆત સાંભળીને યોગ્ય સમયમાં કામ થવા જોઈએ. 

  • દેવુસિંહ નર્મદામાં ભારત સંકલ્પયાત્રા સંદર્ભે પહોંચ્યા હતા
  • જીઓરપાટી ગામના કાર્યક્રમમાં ધારાસભ્યને મહિલાએ રજૂઆત કરી
  • એક મહિનાથી આવકનો દાખલો ન મળતા હોવાની મહિલાની રજૂઆત
  • મહિલાની ફરિયાદ સાંભળીને કેન્દ્રીય રાજ્યમંત્રીને આવ્યો ગુસ્સો
  • જાહેર મંચ પરથી કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગામના તલાટીને ખખડાવ્યા

કેન્દ્રીય રાજ્યમંત્રી ગુસ્સે કેમ થયા હતા?
દેવુસિંહ નર્મદામાં ભારત સંકલ્પયાત્રા સંદર્ભે પહોંચ્યા હતા. જીઓરપાટી ગામના કાર્યક્રમમાં ધારાસભ્યને મહિલાએ રજૂઆત કરી હતી.  એક મહિનાથી આવકનો દાખલો ન મળતા હોવાની મહિલાની રજૂઆત કરી હતી.  મહિલાની ફરિયાદ સાંભળીને કેન્દ્રીય રાજ્યમંત્રીને ગુસ્સો આવ્યો. જાહેર મંચ પરથી કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગામના તલાટીને ખખડાવ્યા હતા. કલેક્ટરને સંબોધીને કહ્યું કે,તમારા પરિવારજન બીમાર પડે તો શું કરશો? દેવુસિંહે અધિકારીઓને સરકારી જવાબ ન આપવા માટે ટકોર કરી.  કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.  સંકલ્પયાત્રાની ફિલ્મ બરોબર ન ચાલતી હોવાનું દેવુસિંહના ધ્યાને આવ્યું હતું.  તપાસ કર્યા વગર પેમેન્ટ આપવા મામલે દેવુસિંહે નારાજગી વ્યક્ત કરી હતી.  સંકલ્પયાત્રાના રથનો કોન્ટ્રાક્ટ રદ કરવા પણ કલેક્ટરને આદેશ અપાયો હતો. 

  • કેટલાક ખેડૂતોની વારસાઈના અભાવે લાભથી વંચિત રહેવાની ફરિયાદ
  • કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધિકારીઓને ટકોર
  • ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારીઓને સાથે મળીને કામ કરવાની સૂચના
  • બન્ને સાથે મળીને કામ કરે તો ફરિયાદ ન થાય તેવું સૂચન

ધારાસભ્યએ અધિકારીઓને કેમ ટકોર કરી?
કેટલાક ખેડૂતોની વારસાઈના અભાવે લાભથી વંચિત રહેવાની ફરિયાદ કરી હતી.  કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધિકારીઓને ટકોર કરી હતી.  ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારીઓને સાથે મળીને કામ કરવાની સૂચના આપી હતી.  બન્ને સાથે મળીને કામ કરે તો ફરિયાદ ન થાય તેવું સૂચન કર્યું હતું.  બાકી રહેલા વારસાઈના કામ તાત્કાલિક પૂર્ણ કરવાની તલાટીઓને સૂચના આપી હતી.  `મારે શું અને મારું શું' તે ભૂલીને અધિકારીઓને કામ કરવાની સૂચના આપી.  કોઈ પણ ફળની અપેક્ષા કર્યા વગર નિષ્ઠાથી કામ કરવાની સી.કે.રાઉલજીની ટકોર કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ