બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The process of investigation in Palanpur Bridge accident is going on

મહામંથન / ભ્રષ્ટાચારના બ્રિજમાં કેટલાના હાથ કાળા? બ્રિજ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસનું વિરોધાભાસી વલણ કેમ? સરકાર કેટલી ગંભીર?

Kishor

Last Updated: 10:37 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુર બ્રિજ દુર્ઘટમાં આ ભ્રષ્ટાચારના બ્રિજમાં કેટલાના હાથ કાળા? કોંગ્રેસે તો હંમેશની જેમ આરોપોનો મારો ચલાવ્યો પરંતુ સરકાર આ મુદ્દે ગંભીર બની કાર્યવાહી હાથ ધરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

  • રાજ્ય આખામાં ગાજી રહ્યો છે પાલનપુર બ્રિજ દુર્ઘટના 
  • પ્રશ્ન ફેબ્રિકેશનનો છે નહીં કે ગુણવત્તાનો છે : સરકાર
  • કોંગ્રેસે હંમેશની જેમ આરોપોનો મારો ચલાવ્યો

પાલનપુર બ્રિજ દુર્ઘટના હાલ રાજ્ય આખામાં ગાજી રહ્યો છે. આ ઘટનના પડઘા હજુ શમ્યા નથી, તપાસની કાગળ ઉપરની પ્રક્રિયા ચાલુ છે. રાજ્ય સરકાર ભારપૂર્વક કહી રહી છે કે ગર્ડરની કામગીરી દરમિયાન દુર્ઘટના બની જે પ્રશ્ન ફેબ્રિકેશનનો છે નહીં કે ગુણવત્તાનો. સામે પક્ષે કોંગ્રેસે હંમેશની જેમ આરોપોનો મારો ચલાવ્યો છે. બ્રિજના સ્લેબ ધરાશાયી થવાનું રાજકારણ યથાવત છે ત્યારે મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં પણ કોંગ્રેસ પક્ષમાંથી જ જુદા વલણ સામે આવ્યા છે. કોંગ્રેસના એક વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યએ ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું સમર્થન કરતા જયારે એવું કહ્યું કે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહે છે કે આ લાગણી કોંગ્રેસ પાર્ટીની નથી તે ધારાસભ્ય અને નેતાનો વ્યક્તિગત મત હોય શકે છે. 


રાજ્યમાં બ્રિજ ધરાશાયી થયા હોય કે બ્રિજમાં કોઈ કોઈ જગ્યાએ ગાબડા પડ્યા હોય એવી ઘટના છાશવારે બને છે તેનો ઈન્કાર થઈ શકે એમ નથી. આવું ન થાય તેના માટે સરકાર શું કરી રહી છે, તેનો એકશન પ્લાન શું છે. જે બ્રિજનો ઉપયોગ લોકોની સુખાકારી માટે થવાનો છે તે જર્જરીત થઈ જાય કે નજીવા સમયમાં બિન ઉપયોગી થઈ જાય તો કરોડોના આંધણનો અર્થ શું રહે. રાજ્યમાં બ્રિજ નબળી ગુણવત્તાના ન બને, વધુ મજબૂત બને તે માટે કઈ દિશામાં પ્રયાસ હાથ ધરી શકાય!

રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ વધી

  • તાજેતરમાં પાલનપુરના RTO સર્કલ પાસેના બ્રિજના સ્લેબ ધરાશાયી થયા
  • દુર્ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ થયા
  • જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો તે અગાઉ બ્લેકલીસ્ટ થયેલી હતી
  • રાજ્ય સરકારે પણ આ દુર્ઘટનાને ગંભીરતાથી લીધી છે
  • મહત્વનો સવાલ એ છે કે લોકોના ઉપયોગ માટેના બ્રિજના કામમાં કચાશ કેમ રહે છે?
  • થોડા જ સમયમાં બ્રિજના કામમાં નબળી ગુણવત્તાની વાત કેમ સામે આવતી રહે છે?
  • બ્રિજ બન્યાને થોડો સમય થયો હોય અને બ્રિજ તૂટી જાય એવું કેમ બને છે?
  • ઝૂલતા પુલ જેવી દુર્ઘટના ફરી નહીં બને તેની ખાતરી શું?


સરકારે પાલનપુર બ્રિજ અંગે શું કહ્યું?

  • કોસ્ટને બદલે ક્વોલિટી ધરાવતા ટેન્ડરને પ્રાધાન્ય આપવું
  • ટેન્ડરની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ભલામણ નહીં ચાલે
  • GPC ઈન્ફ્રા.એ ચૂંટણીફંડ આપ્યું એટલે કોન્ટ્રાક્ટ મળ્યો એ વાત ખોટી છે
  • ટેન્ડર પ્રક્રિયા સેન્ટ્રલ એજન્સી દ્વારા સંચાલિત છે
  • ચાર ગર્ડર ગોઠવાયા હતા, પાંચમું ગર્ડર ગોઠવાયું ત્યારે દુર્ઘટના થઈ
  • ગર્ડર ગોઠવાતા દુર્ઘટના થઈ એટલે પ્રશ્ન ફેબ્રિકેશનની કામગીરીનો છે
  • પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં ક્વોલિટીનો પ્રશ્ન નથી


નબળી ગુણવત્તાના સાક્ષી સમાન બ્રિજ

  • મોરબીનો ઝૂલતો પુલ
  • નર્મદાનો રાજપીપળા-રામગઢ બ્રિજ
  • અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં નબળી કામગીરી
  • મુમતપુરા બ્રિજનો સ્લેબ તૂટ્યો
  • સુરતનો વેડ-વરિયાવ બ્રિજ ધરાશાયી
  • તાપીના મિંઢોળા નદી ઉપરનો બ્રિજ તૂટ્યો
  • સુરેન્દ્રનગરનો વસ્તડી-ચુડા બ્રિજ તૂટ્યો
  • માતરનો પરીએજ-બામણગામ બ્રિજ તૂટ્યો
  • રાજુલામાં નવનિર્મિત બ્રિજ તૂટ્યો
  • પાલનપુર RTO સર્કલ પાસેના બ્રિજના 5 સ્લેબ ધરાશાયી

બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા?

  • અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડોનો ભ્રષ્ટાચાર
  • વડોદરાના અટલ બ્રિજમાં પોપડા પડ્યા
  • મોટામૌવાનો બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો રિપોર્ટ
  • છોટાઉદેપુરની ભારાજ નદીના જૂના બ્રિજના પિલ્લર બેઠા
  • સુરતના વેડ-વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો
  • અમદાવાદનો એલિસબ્રિજ જર્જરિત હાલતમાં
  • મહેસાણાના આંબેડકર બ્રિજની સ્થિતિ ખરાબ
  • મહીસાગરનો તાંત્રોલી બ્રિજનો સ્લેબ તૂટ્યો
  • ડાંગમાં બોરીગાંવઠા પુલ અને ભેંસકાંતરી બ્રિજ જોખમી
  • તાપીના આંબોલી બ્રિજની પ્લેટ ખસી ગઈ


બ્રિજ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસનું વિરોધાભાસી વલણ

  • પાલનપુર બ્રિજ દુર્ઘટના અંગે કોંગ્રેસે સરકારને ઘેરી
  • પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં સરકાર ભીનું સંકેલવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ
  • બીજી તરફ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોંગ્રેસનું વલણ અલગ
  • કોંગ્રેસના 3 નેતા ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું સમર્થન કરે છે
  • લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ.કિરીટ પટેલે જયસુખ પટેલનું સમર્થન કર્યું
  • બીજી તરફ અમિત ચાવડાએ જયસુખ પટેલને સમર્થનનો ઈન્કાર કર્યો
  • અમિત ચાવડાએ કહ્યું કે આ મત વ્યક્તિગત મત છે તેને પક્ષ સાથે લેવા-દેવા નથી

બ્રિજ દુર્ઘટના અંગે ભાજપે શું કહ્યું?

  • પાલનપુર બ્રિજ અને મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ભાજપના કોંગ્રેસ ઉપર પ્રહાર
  • કોંગ્રેસે બેવડા ધોરણ અપનાવી રહી છે
  • પાલનપુર બ્રિજ દુર્ઘટનાની કોંગ્રેસ ટીકા કરે છે અને આક્ષેપબાજી કરે છે
  • મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કોંગ્રેસ આરોપીનો બચાવ કરે છે
  • કોંગ્રેસના ધારાસભ્યના મત સાથે પણ પક્ષ સહમત થતો નથી
  • પાલનપુર બ્રિજ દુર્ઘટના હોય કે મોરબીની દુર્ઘટના બંને દુ:ખદ છે
  • ભાજપ આરોપીનો બચાવ કરવામાં નથી માનતું
  • કોંગ્રેસ પોતાનો ફાયદો જોઈને જયસુખ પટેલનો બચાવ કરી રહી છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ