બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The pollution figure exceeding 100 in most areas, this area of the city is the most polluted

પ્રદુષણ / અમદાવાદીઓ ચેતી જજો! મોટાભાગના વિસ્તરમાં પ્રદુષણ આંક 100ને પાર, શહેરનો આ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત

Kiran

Last Updated: 09:18 AM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદુષણ વકર્યું છે. પિરાણા, ચાંદખેડા, એરપોર્ટ શહેરના સૌથી પ્રદુષિત વિસ્તારો છે. શહેરના મોટાભાગના વિસ્તરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર

  • અમદાવાદ શહેરમાં હવાના પ્રદુષણમાં વધારો
  • મોટાભાગના વિસ્તરમાં પ્રદુષણ આંક 100ને પાર
  • શહેરના પીરાણા વિસ્તારમાં સૌથી વધુ AQI 301 

રાજ્યમાં વહેલી સવારે અમદાવાદમાં પ્રદુષણને કારણે ધુમ્મસના ગોટા જોવા મળે છે. દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની છે પ્રદુષણના સ્તરમાં વધારો થતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 100ને પાર પહોંચી ગયો છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે કારણે પ્રદુષણ વધતું હોય છે પરતું દિવાળી જેવા તહેવારોમાં પ્રદુષણની માત્રા વધી જતી હોય છે દિવાળીમાં ફટાકડાના કારણે હવામાં ઝેરી તત્વો ભળતા હોય છે તો વાહનોના ધુમાડાને કારણે પણ હવા પ્રદુષિત બનતી હોય છે.



 

મોટાભાગના વિસ્તરમાં પ્રદુષણ આંક 100ને પાર

દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની છે, શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર પહોંચી ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 100ને પાર પહોંચ્યો છે. શહેરમાં હવાનું સૌથી વધુ પ્રદુષણ પીરાણાં નોંધાયુ છે. પીરાણાં AQI 301 ને પર પહોંચ્યો છે. નવરંગપુરામાં AQI 135, રાયખડમાં AQ I57 બોપલમાં AQI 162, એરપોર્ટ વિસ્તારમાં AQI 159, ગિફ્ટ સિટીમાં AQI 152, સેટેલાઇટ વિસ્તારમાં AQI 106 નોંધાયો છે. આમ શહેરમાં વધતુ જતું પ્રદુષણ એક ચિંતાનો વિષય બની ગયો છે.  

શહેરમાં પ્રદૂષણ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં

દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ને પાર પહોંચ્યો છે. કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં પ્રદૂષણ દર્શાવતા બોર્ડ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જેથી ત્યાં પ્રદુષણના સ્તરને જાણ શકાતું નથી, પરતું શહેરમાં પ્રદુષણ વધે છે તેવું  એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ દર્શાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં વાહનો, મીલો, તેમજ કારખાનાઓ દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોય છે તેમાય હવે દિવાળી જેવા તહેવારોમાં ચાઈનિઝ ફટાકડાને કારણે ધ્વનિ પ્રદુષણ અને વાયું પ્રદુષણની માત્રા વધી જાય છે.  અમદાવાદના વિવિધ વિસ્તારો જેવાકે બોપલ, સેટેલાઈટ, ઈસ્કોન, એસજી.હાઈવે સહિતનાવિસ્તારોમાં એર ક્વોલિટી સતત ખરાબ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ શહેરના ચાંદખેડા, પીરાણા,રખિયાલ, રાયખડ અને એરપોર્ટ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યો છે કે શહેરોમાં પ્રદુષણની માત્રા વધી છે. જેના કારણે બાળકોમાં, વૃદ્ધોમાં, અસ્થમાના રોગોનું પ્રમાણ વધે છે. તેમજ સ્વચ્છ હવા ન મળવાને કારણે સ્વાસ્થ્ય પણ જોખમાય છે. 

શહેરના પીરાણા વિસ્તારમાં સૌથી વધુ AQI 301 

દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદુષણ વકર્યું છે. પિરાણા, ચાંદખેડા, એરપોર્ટ શહેરના સૌથી પ્રદુષિત વિસ્તારો છે. પ્રદુષણને એર ક્વોલિટિ ઇન્ડેક્સ(AQI)માં માપવામાં આવે છે જેનો મતલબ એ થાય કે હવામાં હનિકારક કણોનું પ્રમાણ વધી રહ્યું થે અમદાવાદના લોકો શ્વાસમાં હાનિકારક હવા લઇ રહ્યા છે અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણની મોનિટરીંગ સિસ્ટમ લગાડવામાં આવી છે, જેમાં શહેરના વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હી શહેર બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા લગાડવામાં આવેલી ઍર ક્વૉલિટી મોનિટરીંગ સિસ્ટમમાં મપાયેલી હવા પ્રદૂષિત છે. શહેરમાં હવામાન વિભાગ અને મનપાએ 12 જેટલી ઍર ક્વૉલિટી મોનિટરીંગ સિસ્ટમ મૂકી છે જેમાં છેલ્લા બે દિવસથી વાયુ પ્રદૂષણનો ઇન્ડેક્સ વધારે જોવા મળી રહ્યો છે. હવામાં પીએમ 2.5 રજકણોની માત્રા વધીને 365 પહોંચી, અમદાવાદમાં પિરાણામાં સૌથી વધુ હવા પ્રદુષિત બની છે. 

અમદાવાદમાં પ્રદુષિત ધૂમાડો ઓકતી ફેક્ટરીઓની ભરમાર

અમાદાવાદમાં મોટા ભાગમાં હવાની માત્રા હાનિકારક છે. પીરાણા જેવા વિસ્તાર ડેન્ઝર ઝોનની નજીક સરકી રહ્યા છે. એ દિવસો દુર નથી કે અમદાવાદ પણ દિલ્હીની જેમ જ પ્રદુષણનું હબ બની જશે. શહેરમાં ફેકટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો હવાને પ્રદુષિત કરે છે. રાજ્ય પોલ્યુશન કંટ્રોલબોર્ડ માત્ર બણગાં ફુંકે છે પણ વાસ્તવમાં,વટવા, નારોલ, નરોડા, પિરાણા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આજેય હવામાં ઝેરી પ્રદુષણ ઓકતી ફેક્ટરીઓની ભરમાર છે. આમ છતાંય ભ્રષ્ટ અધિકારીઓ મોટામસ હપ્તા લઇ આ મુદ્દે ઝાઝુ ધ્યાન આપતાં નથી પરિણામે અમદાવાદ શહેરમાં એવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ છેકે, અમદાવાદ પણ દિલ્દીની જેમ પ્રદુષિત બનવા માંડયુ છે. 

સેટેલાઇટ, બોપલ, રખિયાલ અને ચાંદખેડાની હવા ઝેરી

આજે અમદાવાદમાં પિરાણામાં પીએમ 10ની માત્રા વધીને 319 જયારે પીએમ 2.5ની માત્રા 356 સુધી પહોચી હતી જેથી હવા એકદમ ઝેરી બની રહી હતી. વાસ્તવમાં પીએમ10ની માત્રા 100થી વધુ વધવી જોઇએ નહી. આ જ પ્રમાણે, પીએમ 2.5ની માત્રા 60થી વધુ ન હોવી જોઇએ.હવામાં પીએમ 2.5ની માત્રા 121થી વધુ થાય તો તે અતિખરાબ ગણવામાં આવે છે. હવાની ગુણવત્તાના ધારાધોરણો કરતાં ય ઝેરી રજકણોની માત્રા વધુ જોવા મળી હતી. સેટેલાઇટ, બોપલ, રખિયાલ અને ચાંદખેડામાં હવાની ગુણવત્તા એટલી હદે ઝેરી બની રહી હતીકે, મોનિટરીંગ સિસ્ટમે વૃધ્ધ લોકોને ઘરની બહાર નિકળવાની એડવાઇઝરી બહાર પાડી હતી. આ ઉપરાંત એવી સલાહ આપવામાં આવી હતીકે, અસ્થમા, હૃદયરોગ અને શ્વાસના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે તો,દવા લેવી અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ