બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / The players played! 1500 people entered the Garba of Lakshmi Vilas Palace by photocopying their passes.

ખુલાસો / ખેલૈયાઓએ તો ખેલ કર્યો! લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં 1500 જણાએ પાસની ફોટોકોપી કરીને એન્ટ્રી લીધી, હવે કડક કાર્યવાહીની શક્યતા

Vishal Khamar

Last Updated: 09:17 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં કેટલાક ખેલૈયાઓ દ્વારા ઓરિજનલ પાસની કલર ફોટોકોપી કરી ડુપ્લિકેટ પાસ બનાવી ગરબામાં એન્ટ્રી કરી હોવાની જાણ ગરબા આયોજકોને થતા તેઓ ચોંકી ઉઢ્યા હતા. ત્યારે આ બાબતે તપાસ હાથ ધરતા 1500 જેટલા ખેલૈયાઓએ ડુપ્લિકેટ પાસથી એન્ટ્રી મેળવી હોવાનું સામે આવ્યું હતું.

  • વડોદરામાં 1500 ખેલૈયાઓએ આયોજકો સાથે કર્યો ખેલ 
  • ખેલૈયાઓએ ઓરિજનલ પાસની કલર ફોટોકોપી કરી હોવાનો ખુલાસો
  • ડુપ્લિકેટ પાસ મામલે આયોજકોએ હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી

વડોદરાનાં લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા આ વર્ષે હેરીટેજ ગરબા-2023 આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા "નારી તું નારાયણી દેવી"  થીમ પર ગરબાનું આયોજન કર્યું છે. ત્યારે કેટલાક ખેલૈયાઓ દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસનાં ગરબાનાં નકલી પાસ બનાવતા આયોજકો ચોંકી ઉઠ્યા હતા. વડોદરામાં 1500 જેટલા ખેલૈયાઓ પાસેથી લક્ષ્મી વિલાસ પેલેજનાં નકલી પાસ ઝડપાવા પામ્યા હતા. એન્ટ્રી પાસની કલર ઝેરોક્ષ સાથે પ્રવેશ કરતા આશરે 1500 થી વધુ ખેલૈયાઓને સિક્યુરીટી ગાર્ડે ઝડપી પાડ્યા હતા. 

ખેલૈયાઓએ ઓરિજનલ પાસની કલર ફોટોકોપી કરી હોવાનો ખુલાસો
વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસનાં નકલી પાસ ઝડપાતા આયોજકો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા. ત્યારે નકલી પાસ સાથે ઝડપાયેલા ખેલૈયાઓ સામે પોલીસ કાર્યવાહીની શક્યતાઓ છે. આ બાબતે ખેલૈયાઓએ ઓરિજનલ પાસની કલર ફોટોકોપી કરી હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે RFID  ની તપાસનાં આધારે ડુપ્લિકેટ પાસ હોવાનું બહાર આવ્યું હતું. 

સમગ્ર મામલે આયોજકોએ નથી કરી હજી સુધી પોલીસ ફરિયાદ
વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા આ વર્ષે ગરબાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે હજારોની સંખ્યામાં ખેલૈયાઓની ભીડ ગરબામાં ઉમટી પડી હતી. ભીડમાં કલર ફોટોકોપીથી કેટલાક લોકોએ એન્ટ્રી મેળવી હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે આયોજકો દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ