બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 25 May 2023
ADVERTISEMENT
એક બાજુ દુનિયા જ્યારે કોરોનાના ભયાનક તબક્કામાંથી બહાર આવી રહી છે ત્યારે બીજી બાજુ કેટલાક સ્થળોએ કોરોનાના કેસ વધી રહ્યા છે એ વાત પુરવાર કરે છે કે કોરોનાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. સૌથી ખરાબ હાલત ચીનની છે, જે એક પછી એક સંક્રમણની લહેરનો સામનો કરી રહ્યું છે. ચીનમાં ફરી એક વખત કોરોનાની સૌથી ભયાનક લહેર જોવા મળી રહી છે. ટોચના આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જૂન મહિનાના અંત સુધીમાં ચીનમાં દર સપ્તાહે કોરોનાના ૬.૫ કરોડ કેસ સામે આવશે. ચીનના શ્વસન રોગ નિષ્ણાતો ઝોંગ નાનશાને ગ્વાંગઝૂની એક બાયોટેક કોન્ફરન્સમાં આ ખતરનાક ભવિષ્યવાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.

ADVERTISEMENT
સબ-વેરિઅન્ટ XBBને લઈને ચેતવણી
ઝોંગ નાનશાનની આ ચેતવણી ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBBને લઈને સામે આવી છે, જેના કેસ એપ્રિલના અંતથી સમગ્ર ચીનમાં સતત વધી રહ્યા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBBના મે મહિનાના અંત સુધીમાં દર સપ્તાહે ચાર કરોડ અને એક મહિના પછી એટલે કે જૂન મહિનામાં દર સપ્તાહે ૬.૫ કરોડ નવા કેસ સામે આવશે. ચીને લગભગ છ મહિના પહેલા પોતાની વિવાદિત ઝીરો કોવિડ પોલિસીનો અમલ બંધ કર્યો હતો અને નાગરિકોના ઉગ્ર વિરોધ બાદ લગભગ તમામ પ્રતિબંધો હટાવી લીધા હતા. તેના કારણે હવે ૧.૪ અબજ લોકો ફરીથી કોરોના વાઈરસની ઝપટમાં આવવાનો ખતરો ઊભો થયો છે.
ADVERTISEMENT
XBB સામે રક્ષણ માટે બે નવી વેક્સિનને મંજૂરી
ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને આ મહિનાની શરૂઆતથી જ પોતાના કોરોના અંગેના સાપ્તાહિક ડેટાને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે. પરિણામે હવે ચીનમાં કોવિડ-૧૯ની સ્થિતિની વાસ્તવિકતાનું અનુમાન કરવું લગભગ અશક્ય છે. ચીનમાં કોરોનાની નવી લહેરના ખતરા સામે કામ લેવા સરકારે નવી વેક્સિન સાથે પોતાના વેક્સિનના જથ્થાને વધારવાની કોશિશો પણ ચાલુ કરી દીધી છે. દેશના ડ્રગ રેગ્યુલેટરે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ XBB સામે રક્ષણ મળે એવા પ્રકારની બે નવી વેક્સિનને મંજૂરી પણ આપી દીધી છે. અન્ય ત્રણ કે ચાર વેક્સિનને ટૂંક સમયમાં જ મંજૂરી મળવાની આશા છે.
ADVERTISEMENT

ચીનમાં આવેલી નવી લહેર ભારત માટે ચિંતાજનક?
ADVERTISEMENT
ચીનમાં હવે જ્યારે કોરોનાની સૌથી ખતરનાક નવી લહેર શરૂ થઈ ગઈ છે ત્યારે સ્વાભાવિક છે કે ભારત માટે પણ ચિંતાજનક બાબત હોઈ શકે, કારણ કે જ્યારે જ્યારે ચીનમાં કોરોનાની લહેર આવી છે ત્યારે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આથી નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે પણ સતર્ક થઈ જવાની જરૂર છે, કેમ કે ચીનના નિષ્ણાત ઝોંગની ધારણા અનુસાર ચીનમાં ગઈ સાલના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં આવેલી લહેરની તુલનાએ સંક્રમણની આ નવી લહેર વધુ મ્યૂટેડ હશે. તેથી વધુને વધુ લોકો નવા નવા સબ-વેરિઅન્ટના શિકાર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.