બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / The Meteorological Department said that there will still be three days of rain in the state

આગાહી / મેઘરાજા હવે તો ખમૈયા કરો: ગુજરાત માટે હજુ 3 દિવસ ભારે, પવન સાથે આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે

Malay

Last Updated: 02:07 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: ગુજરાતના ખેડૂતોની માથે હજી ત્રણ દિવસ માવઠાના વાદળો ઘેરાયેલા રહેશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
  • 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં સતત પલટા આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, ગુજરાતના માથેથી કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી. રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદ વરસતો રહેશે.

VTV Gujarati News and Beyond on Twitter: "આગાહી | ગુજરાતના વિવધ વિસ્તારોમાં  માવઠાની શક્યતા: 4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી, માર્ચ માસમાં ગરમીનો  પારો ...

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો રહેશે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે. અંદાજે 4 ડિગ્રી સુધી ગરમીમાં વધારો થશે. 9 મે થી અમદાવાદમાં યેલો અલર્ટની આગાહી છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

આજે અહીં ખાબકી શકે છે વરસાદ
આજે અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે. તો આવતી કાલે ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, પોરબંદર અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. બે દિવસ બાદ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે. આગામી સમયમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થશે

ગુજરાતમાં ફરીવાર જામશે ચોમાસું! રાજ્યમાં આ 5 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી,  જાણો આજે ક્યાં ખાબકશે | light to heavy rain forecast in Gujarat from  September 8 to 12

24 કલાકમાં 57 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના નખત્રાણામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં દોઢ ઈંચ, ધારીમાં પોણા 2 ઈંચ, ઉપલેટામાં પોણા 2 ઈંચ, કાલાવડમાં 1.5 ઈંચ, જામનગરમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, સંખેડામાં સવા ઈંચ, માળિયામાં સવા ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, જૂનાગઢમાં પોણો ઈંચ, પડધરીમાં પોણો ઈંચ, તલાલામાં પોણો ઈંચ, સુબિરમાં અડધો ઈંચ, વંથલીમાં અડધો ઈંચ, વઘઈમાં અડધો ઈંચ, વાંસદામાં અડધો ઈંચ
ભાણવડમાં અડધો ઈંચ અને ડાંગમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ