બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The magical places of India, in front of which even science failed the mystery has not been solved till this day
Last Updated: 02:22 PM, 18 February 2024
ADVERTISEMENT
ભારત વિવિધતાનો દેશ છે. અહીં એવી સુંદર જગ્યાઓ છે જેને જોવા માટે વિદેશી પર્યટકો પણ આવે છે. પરંતુ સુંદરતાની સાથે સાથે એવી જગ્યાઓ પણ છે જેના રહસ્યો વિજ્ઞાન પણ જાણી શક્યું નથી. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે...
અજંતા-ઇલોરા ગુફાઓ
ADVERTISEMENT
મહારાષ્ટ્રની અજંતા ઈલોરાની ગુફાઓ ઘણી રહસ્યમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમનો ઇતિહાસ 4 હજાર વર્ષ જૂનો છે. અજંતામાં લગભગ 30 ગુફાઓ અને ઈલોરામાં 12 ગુફાઓ છે. કહેવાય છે કે આ શિલાની નીચે એક શહેર પણ આવેલું છે. આ ગુફાઓ પર્વતને કાપીને બનાવવામાં આવી હતી, તે પણ એવા સમયે જ્યારે કોઈ મશીનરી નહોતી.
ભાનગઢ કિલ્લો
ADVERTISEMENT
રાજસ્થાનનો ભાનગઢ કિલ્લો ઘણો પ્રખ્યાત છે. આ કિલ્લો જયપુરથી 32 માઈલ દૂર છે. પરંતુ આ કિલ્લા સાથે અનેક ભૂત-પ્રેતની વાર્તાઓ જોડાયેલી છે. આ કિલ્લો 17મી સદીથી ભૂતિયા હોવાનું કહેવાય છે. આજે પણ લોકો માને છે કે અહીં ભૂત અને પિશાચનો વાસ છે.
રૂપકુંડ તળાવ
ADVERTISEMENT
જે પણ ઉત્તરાખંડના આ તળાવ વિશે સાંભળે છે, તેની સામે માનવ હાડપિંજર ફરવા લાગે છે. રૂપકુંડ તળાવ ઉત્તરાખંડનું સૌથી પ્રખ્યાત તળાવ છે. જમીનથી આ તળાવની ઊંચાઈ 5029 મીટર છે. આ તળાવની આસપાસ અનેક માનવ હાડપિંજર જોવા મળશે.

ADVERTISEMENT
લેપાક્ષી મંદિર
દેશના દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશનું લેપાક્ષી મંદિર ખૂબ જ રહસ્યમય છે. આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં 70 સ્તંભ છે. તમને જણાવી દઈએ કે અહીં એક પિલર પણ છે, જે છતની મદદથી હવામાં લટકતો રહે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હાથ લાગ્યો 3000 વર્ષ જૂનો ખજાનો, જેની જ્વેલરીના કામકાજને પૃથ્વી સાથે કંઇ જ લેવાદેવા નથી, હકીકત ચોંકાવનારી
તો આ હતા ભારતના એ સ્થળો છે, જે વિદેશીઓમાં પણ ઉત્સુકતા જગાવે છે. જે સુંદર તો છે જ પરંતુ તેના રહસ્યો વિજ્ઞાન પણ સમજી શક્યું નથી. આ સ્થળોની વાત સાંભળો તો તમે તેના પર વિશ્વાસ ન કરી શકો.. પણ જે પણ લોકો અહીં રૂબરુ મુલાકાતે જાય છે તેમની પાસેથી આ સ્થળો વિશે જે કંઇ સાંભળવામાં આવ્યું છે આ વાતો પર વિશ્વાસ કરવા મજબુર કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.