બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The long running strike by VCE employees has come to an end

BIG BREAKING / ગુજરાતમાં VCE કર્મચારીઓની હડતાળનો અંત: પંચાયત મંત્રી સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય, જાણો શું હતી માંગ

Malay

Last Updated: 02:34 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા 10 હજારથી વધુ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરોની છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી હડતાળનો અંત આવ્યો છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથેની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

  • રાજ્યમાં VCE કર્મચારીઓની હડતાળનો અંત
  • પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે મુલાકાત બાદ નિર્ણય
  • સી.આર.પાટીલ સાથે પણ કરી હતી મુલાકાત

ગુજરાતમાં ચૂંટણી પહેલા વિવિધ કર્મચારી મંડળ પોતાની પડતર માગોને લઇને સરકાર સામે મેદાને પડ્યા હતા. આશાવાદ એવો હતો કે આ જ સમય છે જ્યારે સરકાર તેમની માગોને સ્વીકારશે અથવા તો પોતાના તરફી સમાધાન લાવશે. ત્યારે રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો છે. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઇ છે. ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથેની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, VCEના કર્મચારીઓએ અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી.

લાંબા સમયથી ઉતર્યા હતા હડતાળ પર
રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા હતા. 15 વર્ષ કરતાં વધુ સમયથી સરકારના એક ભાગ તરીકે ગ્રામ પંચાયતોમાં કામ કરતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકોએ સરકારી કર્મચારી અને સરકારી ધોરણે પગાર મેળવવાની માંગ સાથે હડતાળ ઉતર્યા હતા. સરકાર દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી આપવામાં આવી રહી રહી હોવાના આક્ષેપ સાથે VCE કર્મીઓ વિરોધ કરી રહ્યા હતા. રાજ્યના અંદાજિત 10,000થી વધુ VCE કામગીરીથી અળગા થયા હતા. જેને લઇને ગામડાંઓમાં ખેડૂતલક્ષી રાજ્યસ્તરની વહીવટી કામગીરી ખોરવાઇ હતી. 

જાણો શું હતી VCE કર્મીઓની માંગ?

  • કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂક
  • સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતન
  • VCEને રક્ષણ આપવામાં આવે
  • VCE અને પરિવારને આરોગ્ય સુવિધા 
  • VCE અને પરિવારને વીમા કવચ આપવામાં આવે
  • કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે
  • ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો
  • ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે
  • જોબની સિક્યુરિટી આપવામાં આવે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ