બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / The list of disgruntled leaders in BJP is also long: Huge uproar in Kamalam, veteran leader ran for damage control

નેતાજી રિસાયા / ભાજપમાં નારાજ નેતાઓનું લિસ્ટ પણ લાંબુ: કમલમમાં જોરદાર હોબાળો, ડેમેજ કંટ્રોલ માટે દિગ્ગજ નેતા દોડ્યા

Priyakant

Last Updated: 04:16 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતર ગુજરાતના મહેસાણાની વિજાપુર,  કાલાવડ, અમરેલીની સાવરકુંડલા બેઠકમાં જાહેર થયેલા ઉમેદવારનો હાલમાં ભારે વિરોધ, ઉમેદવારો બદલવા કાર્યકરોની માંગ

  • ભાજપ ઉમેદવારોનો ઠેર-ઠેર વિરોધ
  • ઉમેદવાર બદલવા કાર્યકરોની માગ
  • ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરી શકશે ?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે 166 બેઠકમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેને લઇ અનેક બેઠકોમાં કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ કર્યો છે. ખાસ કરીને મહેસાણાની વિજાપુર,  કાલાવડ, અમરેલીની સાવરકુંડલા બેઠકમાં જાહેર થયેલા ઉમેદવારનો હાલમાં ભારે વિરોધ થઈ છે. જેમાં વિજાપુરના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલય કમલમમાં,  કાલાવડના કાર્યકરોએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને અને સાવરકુંડલાના કાર્યકરોએ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલએ રજૂઆત કરી હતી. 

મહેસાણાની વિજાપુર બેઠકમાં ભારે વિરોધ 

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રમણ પટેલને રિપીટ કરીને ટિકિટ આપી છે. જેને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કમલમ પહોંચી ઉમેદવાર બદલવા માગ કરી છે. આ દરમિયાન કાર્યકરોએ "વિજાપુર બચાવો રમણ પટેલને હટાવો" ના સૂત્રાચ્ચાર કરી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માગ કરી હતી. 

કાલાવડ વિધાનસભામાં ઉમેદવારનો વિરોધ 

આ તરફ કાલાવડ વિધાનસભામાં પણ ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે. કાલાવડમાં ભાજપે મેઘજી ચાવડાને ટિકિટ આપી છે. જેથી ભાજપ કાર્યકર્તાઓએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગને રજૂઆત કરીને ઉમેદવાર બદલવા માગ કરી છે. 

અમરેલીના સાવરકુંડલામાં ઉમેદવાર સામે કચવાટ 

અમરેલીના સાવરકુંડલામાં ભાજપ ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો છે. જેને લઇ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવારનું નામ જાહેર થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે, વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોમાં એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા છે. જે ધારાસભ્યોના પત્તા કપાયા છે, તેવા ધારાસભ્યોમાં અને તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી છે. યાદી જાહેર થયા બાદ વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપમાં બળવાના એંધાણ વર્તાય રહ્યા છે. વડોદરાની વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર બળવાની સ્થિતિ દેખાઈ રહ્યા છે.  જેથી મધુ શ્રીવાસ્તવ, સતિશ પટેલ અને દિનુ પટેલ નારાજ થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ