બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / The Karnataka High Court quashed the order to block the Twitter handle of Bharat Jodo Yatra

ફેરબદલ / ભારત જોડો યાત્રાનું ટ્વિટર હેન્ડલ બંધ નહીં થાય, કર્ણાટક હાઈકોર્ટે આદેશ કર્યો રદ્દ, જાણો મામલો

Dinesh

Last Updated: 07:19 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક હાઈકોર્ટે ભારત જોડો યાત્રાનું ટ્વિટર હેન્ડલ બ્લોક કરવાનો આદેશ રદ્દ કર્યો, ગઈ કાલે કોંગ્રેસના ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોકનો આપ્યો હતો આદેશ

  • કર્ણાટક હાઈકોર્ટે કોંગ્રેસના ટ્વિટર બ્લોકનો આદેશ રદ કર્યો
  • ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટ બ્લોકનો આદેશ રદ કર્યો હતો
  • KGFના ડાયરેક્ટરે ગીતની કોપી કર્યોનો આરોપ લગાવ્યો હતો

કર્ણાટક હાઈકોર્ટે ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે. કોંગ્રેસને બેંગલુરુ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કોંગ્રેસ અને તેની ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા આદેશ આપ્યો હતો. સમગ્ર કેસ એમ છે કે, કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. KGFના ડાયરેક્ટરે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોની કોપી કરવામાં આવી છે. જે બાબતે ગઈકાલે કર્ણાટક હાઈકોર્ટે ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા આદેશ આપ્યો હતો. જે બાબતે કાર્ટે બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે

શુ હતો સમગ્ર કેસ
પાપ્ત માહિતી અનુસાર KGFના ડાયરેક્ટરે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે એવું માની આદેશ આપ્યો છે હતો કે, અરજદારે સીડી દ્વારા સાબિત કર્યું હતું કે તેના મૂળ ગીતમાં કેટલાક નાના ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, આ પ્રકારના માર્કેટિંગ વીડિયો અયોગ્ય છે. આ કારણોસર આદેશમાં કોંગ્રેસ અને ભારત જોડો બંનેના ટ્વિટર એકાઉન્ટ પરથી વિડીયો હટાવવા જણાવ્યું હતું. સાથે જ બંનેના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશ બાદ 

MRT મ્યુઝિક લગાવ્યો હતો આરોપ
કોંગ્રેસે ભારત જોડો યાત્રાના પ્રચાર માટે એમઆરટી મ્યુઝિકના ગીતોનો ઉપયોગ કર્યો છે તેવો આરોપ લગાવ્યો હતો. MRT મ્યુઝિક કન્નડ, હિન્દી, તેલુગુ અને તમિલ વગેરેમાં 20,000 થી વધુ ટ્રેક માટે સંગીત રાઈટ્સ ધરાવે છે. કંપનીએ KGF 2ના મ્યુઝિક રાઈટ્સના અધિકારો મેળવવા માટે મોટી રકમનું રોકાણ કર્યું છે. MRT મ્યુઝિકનો આરોપ છે કે કોંગ્રેસે તેના સંગીતનો ઉપયોગ તેના રાજકીય કાર્યક્રમો માટે પૂછ્યા વગર કર્યો હતો. જેમાં KGF 2ના ગીતનો ઉપયોગ કર્યો છે તે વીડિયોમાં રાહુલ ગાંધી પણ જોવા મળી રહ્યા છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ