બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / The High Court granted divorce to the husband who was troubled by his wife for 12 years

ચુકાદો / ક્યારેક દિવસ, તો ક્યારેક મુહૂર્તનું બહાનું કરી નહોતી બનાવતી સંબંધ: 12 વર્ષથી પત્નીથી પરેશાન પતિ, હવે હાઇકોર્ટે આપ્યો 'ન્યાય'

Dinesh

Last Updated: 10:52 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court Hearing: પતિએ 2012માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જેમાં પતિનો આરોપ હતો કે તેની પત્ની સ્કિઝોફ્રેનિયા રોગથી પીડિત છે તેમજ પત્ની એક આધ્યાત્મિક સંપ્રદાયની પ્રખર અનુયાયી પણ છે

  • ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં આપ્યો ચુકાદો
  • પતિનો આરોપ હતો કે તેની પત્ની સ્કિઝોફ્રેનિયા રોગથી પીડિત
  • છૂટાછેડા ન આપી શકાય તેવું કોઈ કારણ નથી:HC

ગુજરાત હાઈકોર્ટેમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક પુરુષે છૂટાછેડા માટે કેસ કર્યો હતો. જેમાં તેની પત્ની સ્કિઝોફ્રેનિયાની દર્દી છે. આ કપલના લગ્ન વર્ષ 2009માં થયા હતા. જેમાં પતિ વ્યવસાયે MD અને પત્ની આયુર્વેદ ડોક્ટર છે. 

Big verdict of Gujarat High Court Private schools can increase student fees, but not excessively

2012માં ફેમિલી કોર્ટ કેસ કર્યો હતો
સમગ્ર કેસની વાત કરીએ તો પતિએ 2012માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જેમાં પતિનો આરોપ હતો કે તેની પત્ની સ્કિઝોફ્રેનિયા રોગથી પીડિત છે તેમજ પત્ની એક આધ્યાત્મિક સંપ્રદાયની પ્રખર અનુયાયી પણ છે. પતિએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેની સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર થતી નહોતી. જો પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી હોવાનો પણ કહ્યું હતું

પતિનું શુ માનવું ?
પતિના કહેવા પ્રમાણે લગ્ન પહેલા તેને તેની પત્નીની માનસિક સ્થિતિ વિશે અંધારામાં રાખવામાં આવ્યો હતો. લગ્ન જીવનમાં આવો વ્યવહાર માનસિક ક્રૂરતા સમાન હતો. જ્યારે 2018માં ફેમિલી કોર્ટે પતિના દાવાઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો તે બાદમાં સમગ્ર મામલે પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં તેની પત્નીની સ્કિઝોફ્રેનિયાની સારવાર કરનારા તબિબોની જુબાની અને અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. પતિના કહેવા પ્રમાણે વિવિધ બહાના બતાવીને પત્ની શારિરીક સંબંધ બાધતી ન હતી. 

વાંચવા જેવું: PM મોદીની જાતિ પર વિવાદ શા માટે? જનતા ચૂંટણીમાં જાતિ જોશે કે નીતિ?

છૂટાછેડા ન આપી શકાય તેવું કોઈ કારણ નથી:HC
પત્ની 2011થી વિવાહિક ઘરમાં રહેતી ન હતી તેની કોર્ટ સમક્ષ વાત કરી હતી. તેમજ તબિબી સ્થિતિને કારણે વિવાહિક જીવનમાં તેણીની વિવાહિક જવાબદારીઓ નિભાવવા સક્ષમ નહિ હોવાનું હાઇકોર્ટમાં કબૂલ્યું હતું. હાઈકોર્ટે મત મુજબ પતિ 12 વર્ષથી ઘરથી દૂર હોવાના આધારે એવું માની શકાય છે કે લગ્ન રદબાતલ હતું તૂટી ગયું ગણાય. છૂટાછેડા ન આપી શકાય તેવું કોઈ કારણ નથી. હાઇકોર્ટ હિંદુ મેરેજ એક્ટની કલમ 13(1) હેઠળ અપીલકર્તા (પતિ)ની અરજી સ્વીકારી હતી. હાઇકોર્ટે પતિને તેની પત્નીને કાયમી ભરણપોષણ ભથ્થા તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવા પણ કહ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ