બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / The government really...', cotton income is full but the price is disappointing, there is uproar among the farmers.

નિરાશા / સરકારે ખરેખર...', કપાસની આવક ભરપૂર પણ ભાવમાં નિરાશા મળતા ગીરના ખેડૂતોમાં કકળાટ

Vishal Khamar

Last Updated: 10:37 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના ડોળાસા સબ યાર્ડ ખાતે નવા કપાસની આવક થઈ શરૂ થઈ છે. નવા કપાસની આવક શરૂ થતાં જ ચાલુ વર્ષના ભાવને લઈ ગીરના ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોના મતે ગત વર્ષે કરતાં ચાલુ વર્ષે કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે.

  • ગીર સોમનાથનાં ડોળાસા સબયાર્ડમાં કપાસની આવક
  • કપાસની ભરપૂર આવક પણ ભાવ નીચો મળતા ખેડૂતો નિરાશ
  • કપાસની હરાજી શરૂ થતા જ ખેડૂતોમાં નિરાશા જોવા મળી

 ગીર સોમનાથ જીલ્લો કે જ્યાં ઉના ગીર ગઢડા અને સુત્રાપાડા પંથક માં મોટા પ્રમાણમાં કપાસ નું વાવેતર થાય છે જેમાં પણ ઉના ગીર ગઢડા નો મુખ્યત્વે પાક એટલે કપાસ. પરંતુ ચાલુ વર્ષે ગીરમાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અને કપાસમાં રોગના કારણે અનેક ખેડૂતોનો કપાસ નષ્ટ થયો છે. તો કેટલાય ખેડૂતોનો કપાસ નષ્ટ થવાની તૈયારીમાં છે. 

ચાલુ વર્ષે કપાસનાં ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી
સામાન્ય રીતે કપાસ આઠ સુધી રહે છે. અને ચાર થી પાંચ મહિના સતત ઉત્પાદન આપે છે. પરંતુ ચાલુ વર્ષે ગીરમાં આવું નહિ થાય. અને વહેલો કપાસ પૂર્ણ થઈ હશે. તેવામાં કોડીનાર માર્કેટયાર્ડની સબયાર્ડ ડોળાસા ખાતે કપાસની હરાજીનો પ્રારંભ થતાં ગીરમાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. કારણ કે ગત વર્ષે કપાસના ભાવ સારા મળી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે ઓછા મળી રહ્યા છે. જેની સામે ઉત્પાદન ઘટવા લાગ્યું છે.

હાલ માત્ર 1250 થી 1500 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ ખેડૂતોને  મળી રહ્યો છે
સામાન્ય રીતે એક વિધો કપાસનું ઉત્પાદન લેવામાં ખેડૂતને બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત 12 થી 15 હજાર ખર્ચ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અને ત્યારબાદ જયારે માર્કેટમાં કપાસ લઈને જઈએ તો માત્ર 1250 થી 1500 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ ખેડૂતોને  મળી રહ્યો છે. 

દિનેશ ગોહિલ (હરાજી કરનાર, યાર્ડ ડોળાસા)

હાલમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પૂરતા ભાવ મળતા નથીઃ ખેડૂત
ખેડૂતોનું કહેવું છે સરકાર ખરેખર ખેડૂતોની આવક બમણી કરવા ઈચ્છતી હોય તો 2 હજાર રૂપિયા કપાસનો ભાવ હોય તો જ ખેડૂતને પરવડે અન્યથા ખેડૂતને ખર્ચ માથે પડે. તો બીજી તરફ વેપારીઓ અને માર્કેટના સત્તાધિશોનું કહેવું છે. હાલમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જો કે આગામી દિવસોમાં દિવાળી બાદ કપાસમાં ભેજનું પ્રમાણ ઓછું થશે અને નિકાસ થશે એટલે કપાસના ભાવમાં વધારો થઈ શકે છે.

સુભાષ દવે (વેપારી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ