બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / The glow returned to the face of investors, the stock market closed with a huge rally, investor wealth rose to Rs. 8 lakh crore increased.

હાશકારો / શેર બજારમાં રોનક પરત ફરી, સેન્સેક્સ જોરદાર ઉછાળા સાથે બંધ, રોકાણકારોએ 8 લાખ કરોડ છાપ્યા

Vishal Dave

Last Updated: 04:34 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે  તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો

બુધવારના મોટા ઘટાડા પછી, ગુરુવાર, 14 માર્ચના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારના રોકાણકારો માટે રાહત મળી. આઈટી, એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેથી મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે  તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 73000ને પાર કરી 335 પોઈન્ટના ઉછાળા સાથે 73,097 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,000 પાર કરવામાં સફળ રહ્યો હતો અને 149 પોઈન્ટ વધીને 22,146 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર કમબેક કર્યુ

આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર કમબેક કર્યુ હતું.  નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 930 પોઈન્ટ અથવા 2.02 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. જો કે સવારના ઘટાડાના સ્તર પરથી જોવામાં આવે તો મિડકેપ ઈન્ડેક્સમાં 1600 પોઈન્ટથી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 700 પોઈન્ટની નીચી સપાટીથી રિકવરી જોવા મળી છે. આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. માત્ર બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે અને 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 35 શૅર્સ લાભ સાથે અને 15 ઘટાડા સાથે બંધ થયા હતા.

માર્કેટ કેપમાં 8 લાખ કરોડનો ઉછાળો

ગુરુવારના સત્રમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે બુધવારે ઘટીને 14 લાખ કરોડ રૂપિયા ઘટી ગયો હતો.. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 380.16 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 372.11 લાખ કરોડ હતું.

આ પણ વાંચોઃ  આવતીકાલથી બંધ થઇ જશે Paytm Payments Bankની આ સેવાઓ, લાગશે ફૂલ સ્ટોપ, ફટાફટ કામ પતાવી દો

ચૂંટણી પરિણામો દરમિયાન બજારમાં ઉથલપાથલ શક્ય છે

બુધવારના મોટા ઘટાડા પછી બીજા દિવસે ગુરુવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. વેલ્યુ સ્ટોક્સના શૈલેષ સરાફના મતે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યારે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બજાર મજબૂત રહેશે. વેલ્યુ સ્ટોક્સ અનુસાર PSU શેરોએ મજબૂત વળતર આપ્યું છે. 2023 માં, નિફ્ટી PSE ઇન્ડેક્સ 77% વધ્યો, જે નિફ્ટી50 ના 20% વળતરને વટાવી ગયો. PSE ઇન્ડેક્સે 2024 માં નિફ્ટી50 ના 3% વળતરની તુલનામાં 21% વળતર આપ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ