બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / After March 15, which services of Paytm Payments Bank will be stopped and which will continue

જાણી લો / આવતીકાલથી બંધ થઇ જશે Paytm Payments Bankની આ સેવાઓ, લાગશે ફૂલ સ્ટોપ, ફટાફટ કામ પતાવી દો

Megha

Last Updated: 03:28 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટીએમ પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ Paytmની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. એવામાં જાણો 15 માર્ચ પછી કઈ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે તો કઈ સેવાઓ ચાલુ રહેશે.

ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 માર્ચ પછી આ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે. પરંતુ કેટલીક સેવાઓ છે જે 15 માર્ચ પછીથી પણ ચાલુ રહેશે, જેના વિશે જાણવું જરૂરી છે.

Paytmને પડતા પર પાટું! લાગ્યો વધુ એક ઝટકો, હવે ડાયરેક્ટરે જ કંપનીને કહી  દીધા રામરામ | Paytm gets another blow, Paytm Payment Bank director resigns

આ સર્વિસ 15 માર્ચ પછી બંધ થઈ જશે 
- UPI અથવા IMPS દ્વારા પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા.
- ફાસ્ટેગ, ટોપ-અપ અથવા વૉલેટ સેવાઓ.
- અન્ય યુઝર્સ પાસેથી પણ નાણાં પ્રાપ્ત થશે નહીં.
- Paytm દ્વારા જારી કરાયેલ ફાસ્ટેગ બેલેન્સને અન્ય ફાસ્ટેગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું શક્ય નહીં હોય.
- પગારની ચૂકવણી અથવા કોઈપણને ફંડની સીધી ટ્રાન્સફર કરવાની સેવા પણ બંધ કરવામાં આવશે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/paytm' title='Paytm'>Paytm</a> પર RBIની સૌથી કડક કાર્યવાહી, આ તારીખ પછી બેકિંગ સર્વિસ પર રોક, નવા  ગ્રાહકો પર પણ પ્રતિબંધ I <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rbi' title='RBI'>RBI</a> took action against Paytm, bans ppbl from  accepting new customers

આ સેવાઓ 15 માર્ચ પછી પણ ચાલુ રહેશે
- Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટનો ઉપયોગ મર્ચન્ટ પેમેન્ટ માટે કરી શકાય છે.
- ઉપાડ પર ગ્રાહકોને બાકીની રકમ તેમના Paytm એકાઉન્ટ અથવા વૉલેટમાંથી મળશે.
- પાર્ટનર બેંકો તરફથી મળેલા કેશબેક રિફંડ અને સ્વીપ-ઈનના લાભો ચાલુ રહેશે અને Paytm પેમેન્ટ બેંક ખાતામાંથી વ્યાજ પણ પ્રાપ્ત થશે.
- જ્યાં સુધી ખાતામાં બેલેન્સ હશે ત્યાં સુધી ગ્રાહકો Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.
- ગ્રાહકો તેમના વોલેટ બંધ કરી શકશે. આ સાથે તેમને ખાતાની બેલેન્સ અન્ય બેંક ખાતામાં મોકલવાનો પણ અધિકાર હશે. પરંતુ તમે 15 માર્ચ પછી બેલેન્સ એડ કરી શકશો નહીં.

વધુ વાંચો: PAYTM યુઝર્સ માટે ગુડ ન્યુઝ! 15 માર્ચ પહેલા પાર્ટનર શોધી લીધો, ટૂંક સમયમાં અપાશે TPAP લાયસન્સ

Paytm પેમેન્ટ બેંક સામે ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. 6 માર્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે પેટીએમ વોલેટનો ઉપયોગ કરતા લગભગ 80-85 ટકા ગ્રાહકો પર આ પગલાંની કોઈ અસર નહીં થાય.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Paytm Paytm App Paytm Payments Bank Services Of Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેંક paytm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ