બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / The glass of the moving bus broke and 2 students fell down

જાનહાની ટળી / VIDEO: ચાલુ બસનો કાચ તૂટયો અને 2 વિદ્યાર્થી નીચે પટકાયા, જામનગરની ઘટનાના આંખો ફાટી જાય તેવા CCTV

Vishal Khamar

Last Updated: 06:56 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ્રોલ-જોડિયા- જામનગર રૂટમાં માત્ર એક જ બસ હોવાથી બસમાં 125 થી વધુ મુસાફરો બેસાડ્યા હતા. ત્યારે બસનાં ડ્રાયવરે અચાનક બ્રેક મારતા પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓ કાચ તોડીને નીચે રોડ પર પટકાયા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.

  • જામનગરમાં ચાલુ ST બસમાંથી 2 વિદ્યાર્થી પટકાયા
  • બસનો કાચ તૂટી જતા 2 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા
  • વિદ્યાર્થી પટકાયા તેના CCTV સામે આવ્યા
  • CCTVમાં બસની પાછળનો કાચ તૂટતો જોવા મળ્યો

જામનગરમાં આજે ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો છે. જેમાં જામનગરમાં ચાલુ ST બસમાંથી 2 વિદ્યાર્થી નીચે પટકાયા હતા. ત્યારે અચાનક બસનો કાચ તૂટી જતા 2 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા તેનાં CCTV પણ સામે આવ્યા છે. ત્યારે સીસીટીવીમાં સ્પષ્ટ બસની પાછળનો કાચ તૂટતો જોવા મળ્યો છે. રોડ પર સ્પીડ બ્રેકર આવવા સમયે બસનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાં ધ્રોલ- જોડિયા- જામનગર રૂટની બસમાં બની હતી. જાણવા મળ્યા મુજબ એસટી બસમાં 125 થી પણ વધુ મુસાફરો સવાર હતા. ધ્રોલ-જોડિયા- જામનગર રૂટમાં માત્ર એક બસ હોવાથી 125 મુસાફરો બેસાડ્યા હતા. ત્યારે આ રૂટમાં વધુ બસ કેમ નથી મુકવામાં આવતી તે મોટો સવાલ છે. 

બાળકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા
જોડીયાથી જામનગર આવી રહેલી બસમાં 125 મુસાફરો ભરવામાં આવ્યા હતા. ત્યારે સ્પીડ બ્રેકર પાસે અચાનક ડ્રાઈવરે બ્રેક મારી હતી. જેનાં કારણે બસની પાછળનો કાચ તૂટી ગયો હતો અને પાછળ બેઠેલા બે છોકરાઓ રોડ પર પટકાયા હતા. ત્યારે સદનસીબે બસની પાછળ કોઈ મોટું વાહન આવતું ન હોઈ ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. બાળકો રોડ પર પટકાતા તેઓને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

ડ્રાયવર-કંડક્ટર સામે કાર્યવાહિ ક્યારે? 
અત્રે ઉલ્લેખનીય છે કે એસટી બસમાં અવાર નવાર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવતા અકસ્માત સર્જાવાનો ભય રહેલો હોય છે. ત્યારે જાણવા મળતી માહિતી મુજબ જોડીયાથી જામનગર જઈ રહેલી એસટી બસમાં પણ કંડક્ટર દ્વારા ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડ્યા હોઈ આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો હોત તો તેનાં માટે જવાબદાર કોણ તે અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે એસટી વિભાગ આ બસનાં ડ્રાયવર કંડક્ટર સામે કાર્યવાહિ કરશે કે નહી તે પણ એક પ્રશ્ન છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

ST Bus accident cctv વાયરલ jamnagar એસટી બસ જામનગર jamnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ