બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The first image of the moon surfaced as part of Chandrayaan-3

મૂન મિશન / ચંદ્રયાને જમાવટ પાડી, ભ્રમણકક્ષામાં આવતાં જ ઝડપી ચંદ્રની પહેલી તસવીર, જુઓ કેવો દેખાય છે

Kishor

Last Updated: 10:57 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રની ભ્રમણ કક્ષામાં મિશન ચંદ્રયાન-3 અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે  જે અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ક્લિક કરાઈ છે.

  • ચંદ્રયાન-3 મિશન ચંદ્રની ભ્રમણ કક્ષામાં
  • અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ચમકતા ચંદ્રની તસ્વીર
  • ISRO દ્વારા ટ્વિટર પર આ જબદરસ્ત વીડિયો, તસ્વીર વાયરલ

ઇસરોની સૌથી મોટી સફળતા સમાન ચંદ્રયાન-3 મિશન શનિવારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે. આ મિશન અંતર્ગત ચંદ્રની પહેલી તસવીર સામે આવી છે. જે અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા પાડવામાં આવી છે. આ દરમિયાન ચંદ્રની નજીક ચક્કર લગાવતી વખતે અવકાશયાનમાં લાગેલા કેમેરામાંથી ચમકતા ચંદ્રનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો છે. જેમાં અવકાશયાનમાં ફીટ કરાયેલી સોલાર પેનલ પણ દ્રશ્યમાન થઈ રહી છે. નોંધનીય છે કે ISROએ ટ્વિટર પર આ જબદરસ્ત વીડિયો, તસ્વીર વાયરલ કરી છે.

 

ચંદ્રયાન-3એ ચંદ્રની ઓર્બિટ પકડી લીધી છે. હવે ચંદ્રયાન લગભગ 166 કિમી x 18 હજાર કિમીની ભ્રમણકક્ષા (ઓર્બિટ)માં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રની ભ્રમણકક્ષા (ઓર્બિટ) છે. આ પછી આગામી મોટો દિવસ 17મી ઓગસ્ટ હશે. જ્યારે ચંદ્રયાન-3 પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે. આ પછી માત્ર લેન્ડિંગ જ બાકી રહેશે.

23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે ચંદ્રયાન
ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું આગળનું પગલું ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા (ઓર્બિટ)ને ઘટાડવાનું છે. આ પ્રક્રિયા રવિવારે રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીરે ધીરે ચંદ્ર તરફ એ જ રીતે આગળ વધશે જે રીતે તે પૃથ્વીથી દૂર ગયું હતું. લૉન્ચિંગના ત્રણ અઠવાડિયા દરમિયાન પાંચ તબક્કાઓમાં તેને ISRO દ્વારા પૃથ્વીથી દૂર મોકલવામાં આવ્યું હતું. આ પછી તેને 1 ઓગસ્ટના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ તંદુરસ્ત છે. બધું બરાબર કામ કરી રહ્યું છે. ISTRAC બેંગલુરુ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX)થી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ